ઠંડીની તીવ્રતા ઘટીઃ નલિયામાં ૧૦ ડિગ્રી ઠંડી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીની તીવ્રતા ઘટી -નલિયામાં ૧૦ ડિગ્રી ઠંડીઃ અમદાવાદમાં ૧પ ડિગ્રી લઘુતમ તાપમાન
અમદાવાદ, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અમદાવાદ સહિત રાજ્યભરનું હવામાન ફરીથી પલટાયું છે. આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીની તીવ્રતા ઘટના લોકોને થોડી રાહત મળી છે. ઘણા લાંબા સમય બાદ કચ્છના નલિયા શહેરનું લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં એટલે કે ૧૦ ડિગ્રી પર પહોચ્યું છે.
અમદાવાદ શહેરમાં પણ ૧પ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાતા શહેરીજનોને થોડો હાશકારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થયું હતું અને ત્યારબાદ મહિનાના છેલ્લા ત્રેક દિવસમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ઠંડી જાણે ગાયબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ઉત્તર ભારતથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે
જેથી પવનની દિશા બદલાઈ રહી હોવાથી આગામી તા.પ જાન્યુઆરી સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. હાલ ઉત્તર ભારતમાંથી એક ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ જ તાપમાન ત્રણ ડિગ્રી સુધી ઉંચું જતાં ઠંડીમાં ઘટાડો થયો છે.
સ્થાનિક હવામાન વિભાગના વેધર રિપોર્ટ અનુસાર આજે અમદાવાદમાં ૧પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે ગઈકાલે ૩૦.પ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે સવારે એરપોર્ટ વિસ્તારમાં ૧પ.ર ડિગ્રી, આંબલી-બોપલ રોડ પર ૧પ.૪ ડિગ્રી, ચાંદખેડા વિસ્તારમાં ૧૬.૩ ડિગ્રી ગિફટ સિટી ગાંધીનગરમાં ૧પ.૮ ડિગ્રી નવરંગપુરામાં ૧પ.૯ ડિગ્રી, પીરાણામાં ૧પ.૬ ડિગ્રી, રાયખડમાં ૧૪.૯ ડિગ્રી, રખિયાલમાં ૧પ.૩ ડિગ્રી અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૭ ડિગ્રી જેટલું ઊંચું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી તા.૪થી ૭ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત ૧રથી ૧૮ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રીથી પણ ઓછું થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી જેટલું તાપમાન થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે.