પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતમાં શીત લહેર
નવી દિલ્હી, ઉત્તર ભારતના પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો નીચે આવી જવાને લીધે આંશિકપણે જનજીવન પ્રભાવિત થયું છે.
કાશ્મીરમાં હિમવર્ષા પછી સામાન્ય સ્થિતિ પરત ફરી રહી છે, કારણ કે વિમાન સેવા ફરીથી શરુ થઈ ગઈ છે અને રવિવારે કેટલાય રોડ-રસ્તાઓ પર વાહનોની અવરજવર શરુ થઈ છે. આ મોસમમાં સૌથી ભારે હિમવર્ષાના એક દિવસ પછી કાશ્મીરમાં જનજીવનમાં અસ્ત-વ્યવસ્થ થઈ ગયું હતું.
ઉત્તરાખંડમાં ભેખડ ધસવાની ચેતવણી જારી કરાઇ હતી.હિમાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જેમાં કલ્પા અને કુફરીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. નારકંડા, કેલોંગ અને રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં અન્ય સ્થળો પર પણ બરફવર્ષા થઈ હતી.રાજસ્થાનમાં, રાજ્યના પૂર્વ ભાગોમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ પડ્યો, જ્યારે કેટલાક સ્થળો પર ભારે ધુમ્મસ છવાયેલું રહ્યું.
કેટલાક સ્થાનો પર દિવસ પર ઠંડીનો અનુભવ થતો રહ્યો.જમ્મુ અને કાશ્મીર સરકારે શનિવારે પડેલી ભારે બરફવર્ષા પછી સેવાઓ શરૂ કરવા માટે લોકો અને મશીનરીને કામે લગાડી હતી. તાજેતરના દિવસોમાં સૌથી ભારે હિમવર્ષા પૈકીની એક હિમવર્ષાની થઈ, જે શુક્રવારે સાંજે શરુ થઈ અને શનિવારે પણ ચાલું રહી હતી.
રવિવારની સવાર સુધી, શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાન સેવા ફરીથી શરુ થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ પુષ્ટિ કરી કે સુરક્ષા તપાસ અને રનવે ક્લીયરન્સ પછી વિમાન સેવા સામાન્ય થઈ ગઈ છે. કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગોથી જોડવા માટે મહત્વપૂર્ણ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પણ એક દિવસ બંધ રહ્યા પછી વાહનોની અવરજવર માટે ફરી ખોલી દેવામાં આવ્યો છે.
જોકે, યાત્રીઓને સાવધાની રાખવા સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને બહિહાલ અને કાજીગુંડની વચ્ચે, જ્યાં રોડ પર હજુ વાહનો લપસી શકે છે, એટલે વાહનો ધ્યાનપૂર્વક ચલાવવાની વિનંતી કરાઈ છે. હજુ પણ મુગલ રોડ અને સિંથન ઘાટ સહિત કેટલાક પ્રમુખ આંતર-જિલ્લાના માર્ગાે ભારે બરફવર્ષાને લીધે બંધ છે.
શનિવારે પડેલી બરફવર્ષાને લીધે વિમાનની ઉડાણ, રેલવે ટ્રેનો અને વાહનોની અવરજવર ખૂબ પ્રભાવિત થઈ હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, પંજાબના અમૃતસર અને લુધિયાણા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ૧૭.૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો, જ્યારે હરિયાણાના હિસાર, કરનાલ, સિરસા અને ગુરુગ્રામમાં તાપમાનનો પારો ૧૩.૬થી ૧૩.૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો, જેના કારણે દિવસભર ઠંડીનો માહોલ રહ્યો હતો.SS1MS