૪ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા
અમદાવાદ, ગુજરાત ભરમાં ધીમે ધીમે ઠંડીનું જાેર વધી રહ્યું છે. ત્યારે રાજ્યનાં અનેક શહેરોનું તાપમાન ૨૦ ડિગ્રી કરતાં ઓછું નોંધાયું છે. મંગળવારે શરૂ થયેલાં ઠંડા પવનોથી રાજ્યમા ઠંડીનો પારો ફરીથી ૨ ડિગ્રી ગગડીને ૧૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્રણથી ચાર દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો ૧૩થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જાેર વધવાની વકી છે.
અમદાવાદ સહિત ૧૧ શહેરોમાં ઠંડીનો પારો ૧૨થી ૧૫ ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં ૧૨.૯ ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં બે દિવસમાં લઘુતમ તાપમાન બે ડિગ્રીનો વધારો ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન ગગડ્યું છે.
નવેમ્બર મહિનો હવે પૂરો થવાની આરે છે, ત્યારે ડિસેમ્બર મહિનાની શરુઆતથી કડકડતી ઠંડી પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
૪ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જાેર વધવાની શક્યતા છે. ડિસેમ્બરની ૪થી ૭ તારીખ દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે જેના લીધે તારીખ ૨૨ ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.
હાલ રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ મહત્તમ તાપમાનનો પારો ૩૦ની ઉપર છે, જ્યારે લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને મહુવામાં ૧૪ ડિગ્રી રહ્યું હતું. આ સિવાય રાજ્યના મોટાભાગમાં લઘુત્તમ તાપમાન ૧૬થી ૨૦ ડિગ્રીની અંદર રહ્યું છે. હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ગરમી રહે છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, ૪ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જાેર વધવાની પ્રબળ શક્યતા છે. ૪થી ૭ તારીખ દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે.
જેના લીધે ૨૨ ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે અને ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર વર્તાશે.SS1MS