Western Times News

Gujarati News

આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે

અમદાવાદ, રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવાની દિશા બદલાતા અચાનક ઠંડીનો પવન ફુંકાયો છે. સામાન્ય કરતા લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી બે દિવસ રાજ્યમાં આવી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી છે. બે દિવસ બાદ તાપમાન વધતા ગરમીની અનુભવ થવાની શક્યતા છે. પરંતુ માંડ ઠંડી જશે, ત્યાં વરસાદની આગાહી છે.

દેશમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે ૧૦ થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આપવામાં આવી ચેતવણી આપવામાં આવી છે.

ખાસ કરીને, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરાં પડવાની સંભાવના છે. તો પૂર્વ ભારતની આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ૨૪થી ૨૬ ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવના છે. તો કિન્નૌર, લાહોલ સ્પિતિ, શીમલા, ચંબા ને કુલ્લુ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, ૨૪, ૨૫ અને ૨૬માં વાદળવાયું આવશે. ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે.

આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ ૭, ૮ અને ૯ માર્ચ ત્યાર બાદ ૧૧થી ૧૪ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે.

કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.

ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે.

આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૫થી ૭ માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.