પંજાબ, હરિયાણા, દિલ્હી, યૂપી, બિહાર, ઝારખંડમાં ઠંડી વધશે
નવી દિલ્હી, પહાડો પર થઈ રહેલા બરફવર્ષાની અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જાેવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, યૂપી, બિહાર, ઝારખંડમાં ઠંડી વધવા લાગી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ પારો નીચે આવ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, ૧૫ ડિસેમ્બર બાદ ઠંડી હજૂ પણ વધશે. હકીકતમાં સતત ચાલી રહેલા તેજ હવાના કારણે પારો નીચે ગયો છે.
પહાડી રાજ્યોમાંથી આવતી હવા દિવસે પણ ઠુઠવી નાખે છે. આ બાજૂ આંધ્ર પ્રદેશના અમુક દક્ષિણી જિલ્લામાં વાવાઝોડૂં મૈંડૂસના કારણે આવેલા વરસાદ અને તોફાનની ઘટનાઓથી એક વ્યક્તિનું મોત થઈ ગયું અને ૧૦૦૦થી વધારે લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના રિપોર્ટ અનુસાર, નાની નદીઓ કાંદલેરુ, મનેરુ અને સ્વર્ણમુખીમાં જળસ્તર અચાનક વધવાના કારણે એસપીએસઆર નેલ્લોર અને તિરુપતિ જિલ્લાને સતર્ક રહેવા માટે કહેવાયું છે. જરુરી સાવધાનની ભાગરુપે પગલા ઉઠાવતા પ્રશાસનને સંવેદનશીલ તાલુકા અને ગામડાની યાદી મોકલી દીધી છે. રાજ્યમાં અમુક જગ્યા પર હળવાથી મધ્ય વરસાદ થવાની શક્યતા છે.
વરસાદના કારણે ૪,૬૪૭.૪ હેક્ટરમાં ફેસાયેલા કૃષિ પાક અને ૫૩૨.૬૮ હેક્ટરના બાગાયતી પાક ખરાબ થઈ ગયા છે. જ્યારે ૧૭૦ મકાન ક્ષતિગ્રસ્ત થયા છે. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિના નિવારણ માટે ૪ જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન કર્ણાટક અને ઉત્તર આંતરિક તમિલનાડૂમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે ક્યાંક ક્યાંક ભારે વરસાદનું અનુમાન પણ લગાવ્યું છે. કર્ણાટક, કેરલ અને લક્ષદ્વિપમાં બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તેલંગણામાં હળવા વરસાદની સાથે એક બે જગ્યા પર મધ્યમ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ઓડિશા, વિદર્ભ, મરાઠવાડા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદનું અનુમાન છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઊંચાણવાળા વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ન્યૂનત્તમ તાપમાનમાં વધારો થયો છે અને મોટા ભાગની જગ્યા પર જામ થયા છે. આજે પણ બરફવર્ષા થવાનું અનુમાન છે.SS1MS