કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો
ર૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં સતત પલટાઈ રહેલા વાતાવરણથી લોકો ભારે પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં મળેલી રાહત હવે જાણે ખતમ થઈ ગઈ છે અને ફરી એક વખત મોડી રાતે અને વહેલી સવારે જોરદાર ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
કચ્છ જિલ્લામાં આજે કડકડતી ઠંડીએ રીતસર કહેર મચાવી દીધો છે. ખાસ કરીને છેવાડાના નલિયા વિસ્તારમાં ૭.ર ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે જે છેલ્લા ર૪ કલાકમાં બે ડિગ્રી જેટલો ઘટાડો દર્શાવે છે. કચ્છના જિલ્લા મથક ભૂજમાં લઘુત્તમ તાપમાન ૧ર.૬ ડિગ્રી અને કંડલામાં ૧૪.ર ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના નલિયામાં કોલ્ડવેવ હવે મજબૂત પકડ બનાવી રહ્યું છે. સવારે અને સાંજે નલિયાવાસીઓ ગાત્રો થ્રિજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીની અસર વધુ વ્યાપક બની છે. વાગડથી લઈને ભૂજ સુધીના વિસ્તારોમાં વિષય હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. વહેલી સવારે શાળાએ જતા બાળકો અને કામધંધાએ નીકળેલા લોકો ગરમ કપડા પહેરવા છતાં પણ ઠંડીથી ધ્રૂજતા નજરે પડયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કાતિલ ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે.
અમદાવાદમાં આજે સવારે ૧પ.૭ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૩.ર ડિગ્રી વધુ છે. શહેરમાં ગઈકાલે ર૯.પ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આજે સવારે ૧૪.૯ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આંબલી-બોપલ વિસ્તારમાં ૧૩.૯ ડિગ્રી, ચાંદખેડા વિસ્તારમાં ૧૬.૪ ડિગ્રી, નવરંગપુરામાં ૧૬.૬ ડિગ્રી, પીરાણામાં ૧૮.૩ ડિગ્રી, રાયખડમાં ૧૭.૩ ડિગ્રી, રખિયાલમાં ૧૬.૪ ડિગ્રી અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૭.૪ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગાંધીનગર જિલ્લામાં તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે સવારે ગાંધીનગરમાં ૧૩.પ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન ર૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગરના ગિફટ સિટી વિસ્તારમાં આજે ૧૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ મહદઅંશે શુષ્ક રહેવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ સુધીમાં પવનની દિશામાં પરિવર્તન આવશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧ર ડિગ્રીથી પણ નીચે જવાની શકયતા છે.
ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, તાપમાનમાં સતત થઈ રહેલા મોટા ફેરફારોના કારણે રવિ સિઝનના ઘઉં અને રાયડાના પાર્કમાં મોલોમશીના ઉપદ્રવનો ભય સતાવી રહ્યો છે. આ વર્ષે રાજ્યમાં રવિ સિઝનમાં ઘઉં અને રાયડાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ પડેલી ઠંડી આ પાકો માટે અનુકૂળ હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સતત વધી રહેલી ગરમીએ જગતના તાતની ચિંતા પણ વધારી દીધી છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ તાપમાનમાં મોટો વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ડબલ સિઝનનો માર સહન કરી રહ્યા છે. વહેલી સવારે અને સાંજે જોરદાર ઠંડક, તો બપોરે આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે અનેક લોકો સિઝનલ વાઈરલ ઈન્ફેકશનનો પણ શિકાર બની રહ્યા છે.
સ્થાનિક હવામાન વિભાગના વેધર રિપોર્ટ અનુસાર આજે સવારે અમરેલીમાં ૧પ.ર ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ૧પ.૮ ડિગ્રી, ભાવનગરમાં ૧પ.૬ ડિગ્રી, દાહોદમાં ૧પ ડિગ્રી, ડાંગમાં ૧૩.૭ ડિગ્રી, ડીસામાં ૧૪.૧ ડિગ્રી, દ્વારકામાં ૧૬.૩ ડિગ્રી, જામનગરમાં ૧૬.૪ ડિગ્રી, ઓખામાં ૧૯.૮ ડિગ્રી, પોરબંદરમાં ૧૪.૩ ડિગ્રી, રાજકોટમાં ૧૧.ર ડિગ્રી, સુરતમાં ૧૭ ડિગ્રી અને વેરાવળમાં ૧૬.૮ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું છે.