Western Times News

Gujarati News

૧૦ ડિસેમ્બર સુધી ચારથી વધુ વ્યક્તિઓની મંડળી ભરવા અને એકઠા થવા પર પ્રતિબંધ

election commission for voter id

આ જાહેરનામું લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રાને લાગું પડશે નહીં.

અમદાવાદ જિલ્લામાં તા.૧૦ ડિસેમ્બર,૨૦૨૨ સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા, સરઘસ કાઢવા અને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

સમગ્ર રાજયમાં હાલ આદર્શ આચાર સંહિતા અમલી છે. ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. ત્યારે ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત / સંસ્થા દ્વારા ચૂંટણી સંબંધી સભા, સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે

અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ- ૩૭(૩) હેઠળ મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં તા.૧૦ ડિસેમ્બર,૨૦૨૨ સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવી નહીં કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવુ નહીં અને એકઠા થવુ નહીં.

આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જી.આઈ.એસ.એફ. ફોરેસ્ટ, કસ્ટમ, એન.સી.સી. વિગેરે કે જેને ખાસ પોલીસ અધિકારીના અધિકારો એનાયત થયેલ હોય તેવી વ્યકિતઓને તેમજ ચૂંટણી અધિકારી,

મદદનીશ ચૂંટણી અધિકારી અથવા આવી પરવાનગી આપવા માટે અધિકૃત ‘કાર્યપાલક મેજિસ્ટ્રેટ દવારા મંજુરી આપેલ વ્યકિતઓને લાગું પડશે નહીં. સાથોસાથ આ જાહેરનામું લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રાને લાગું પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.