બેંકોને કલ્યાણ યોજનાની અરજીઓનો નિકાલ કરવાનો કલેકટરનો આદેશ
ગાંધીનગર, જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત અને રાજય પુરસ્કૃત ધિરાણ યોજનાઓના લાભાર્થીઓ માટે બેંકોના નકારાત્મક અભિગમ અંગે આજે પણ જિલ્લા કલેકટરે સખ્ત નારાજગી વ્યકત કરી હતી. જિલ્લાની ડી.એલ. સી.સી.ની કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લાની ક્રેડિટ-ડિપોઝીટ રેસિયો ૬૦ ટકા હોવાનું જણાવવામાં આવ્યું છે. Collector orders banks to dispose of welfare scheme applications
માર્ચ-ર૦રર અંતિત વર્ષનું આખરી ચિત્ર ડી.એલ.સી.સી. બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે કૃષિ ક્ષેત્રે ધિરાણ વધારવા પર ભાર મુકયો હતો. ડિપોઝીટમાં ૭.૬પ ટકા જેટલો વધારો થયો હોવાનું બેંકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કિસાન ક્રેડીટ કાર્ડ અને કૃષિ ધિરાણનો ગ્રોથ સીંગલ ડીઝીટમાં હોવાથી જિલ્લા કલેકટરે નારાજગી વ્યકત કરી હતી મુદ્દા યોજનામાં પણ સંતોષજનક કામગીરી નહિ હોવા ઉપરાંત બાજપાઈ બેંકેબલ સ્વરોજગાર યોજનામાં ૪૯૦ થી વધુ અરજીઓ બેંકોમાં પડતર હોવાની વાતને લઈ કલેકટરે સખ્ત નારાજગી વ્યકત કરી હતી.
ફાયનાન્સીયલ લિટરસી કેમ્પોનું આયોજન ગ્રામીણકક્ષાએ વધુ કરવામાં આવે તેમ પણ કલેકટરે સૂચવ્યું હતું. બેંકોમાં વધતા જતા એન.પી.એ. ને લઈ પણ તેમણે ચિંતા વ્યકત કરી હતી. જિલ્લા કલેકટરે બેંકોને નકારાત્મક અભિગમ છોડી કલ્યાણલક્ષી યોજનાઓના અરજદારોને ઝડપથી ધિરાણ પ્રાપ્ત થાય તે જાેવા આગ્રહ કર્યો હતો.
મધ્યમ, નાના અને લઘુઉદ્યોગોને પણ ધિરાણ સરળતાથી મળી રહે તે જાેવા કહ્યુ હતું અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી બીમા સુરક્ષા યોજનાની કામગીરી બેંકો સઘન બનાવે તેમ તેમણે સૂચવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાની વિવિધ બેંકના અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.