મહીસાગર જિલ્લાના કલેક્ટરએ અવસર રથને લીલી ઝંડી આપી
ગોધરા, મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા અને સત્ર ન્યાયાલય ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના અવસર રથને લિલી ઝંડી આપી મતદાન જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી વધુ ને વધુ મતદાન થાય તે હેતુસર ‘અવસર રથ’ દ્વારા સમગ્ર મહીસાગર જિલ્લામાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જે વિસ્તારોમાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે, ત્યાંના મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને, વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ અને મતપ્રતિશત વધારવા માટે અવસર રથ મારફતે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.અવસર રથ દ્વારા આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. મતદારોને એક એક મતનું મૂલ્ય સમજાવીને આગામી ૫મી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા અને અન્ય મતદારોને પ્રેરણા