Western Times News

Gujarati News

કોલેજીયમ પ્રથાનું પ્લાનીંગ કરાયું છે છતાં ન્યાયાધીશોની નિયુક્તિમાં વિલંબ કેમ?!

કોલેજીયમ પ્રથાને વધુ તટસ્થ અને પારદર્શક બનાવવા સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ધનંજયભાઈ ચંદ્રચુડે એન્ટર ફોર રિસર્ચ એન્ડ પ્લાનિંગ કર્યું છે ત્યારે ન્યાયાધીશોની નિયુક્તિમાં વિલંબ કેમ?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ડાબી બાજુની ઇન્સેન્ટ તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી સંજય કિસન કૌલની છે અને જસ્ટીસ શ્રી સુધાંશુ ધુલિયાની છે તેમની કોલેજીયમે ૭૦ ન્યાયાધીશોની નિયુક્તિ માટે કરેલી ભલામણ ૧૦ મહિનાથી પેન્ડિંગ રાખી પ્રજા હિતમાં કોઈ કામગીરી ન થતાં

સુપ્રીમ કોર્ટ સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને કોર્ટે ટકોર કરી હતી કે સરકારની આવી વર્તણુક ને લીધે સારા વકીલો ન્યાયાધીશ બનવા માંગતા નથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો એ કહ્યું હતું કે દસ દિવસ પછી આ કેસ ની સુનાવણી કરાશે ત્યાં સુધી ર્નિણય નહીં આવે તો કોર્ટ હવે મૌન નહીં રહે!!

આ અગાઉ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ્‌ શ્રી રોહિટ્‌ન ફલી નલીમાને કહ્યું છે કે “કોલેજીયમની ભલામણોને અટકાવવા દેશના લોકતંત્ર માટે ધાતક છે” જસ્ટિસ ફલી નરીમાને તો ત્યાં સુધી કહ્યું હતું કે “સ્વતંત્ર અને નીડર” ન્યાયાધીશો વિના ન્યાયતંત્ર ભાંગી પડશે”!! ભારત અંધાર યુગમાં પ્રવેશ કરી જશે!!

જસ્ટિસ્‌ શ્રી રોહિટ્‌ન ફલી નલીમાને તો ત્યાં સુધી કહ્યું છે કે બંધારણીય બેન્ચને મારું સૂચન છે કે ફરી એક વખત બધા માટે એ નિશ્ચિત કરવું જાેઈએ કે એક વખત કોલેજીયમ દ્વારા સરકારને નામ મોકલવામાં આવે અને સરકાર ૩૦ દિવસમાં કોઈ ર્નિણય ન લે તો તે આપમેળે પાસ થઈ જાય આઝાદીના ૭૬ માં વર્ષે દેશના રાજકીય પક્ષો ગમે તે હોય દરેકને ન્યાયતંત્રની આઝાદી ખટકે કે છે કે શું? વકીલો ક્યાં સુધી ચુપ રહેશે?! વકીલાતજ ખતમ થઈ જશે તો શું?!
(તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

૭૦ ન્યાયાધીશોના નામો સરકારના કાયદા વિભાગે દસ મહિનાથી દબાવી રાખતા સુપ્રીમ કોર્ટ ખફા થઈ છે!! વકીલો કેમ ચુપ?!

“સર્વોચ્ચ અદાલત એ ધારાસભાનું ત્રીજું ગૃહ છે”- હેરેલ્ડ લસ્કી

મણીપુર જેવા સંવેદનશીલ રાજ્યમાં ચીફ જસ્ટિસની જગ્યા ખાલી પડી છે આવી સંવેદનહિનતા આઝાદીના અમૃત મહોત્સવ કાળમાં કેમ?!

અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને કહ્યું હતું કે ‘અદાલતની સત્તાઓ વ્યક્તિના અધિકારો અને સરકારની ખાસ સત્તાઓની છેવટ ની રક્ષક ગણાય છે આમ ન્યાયતંત્ર એ સમગ્ર પદ્ધતિને સમતુલામાં રાખનારું પરિબળ છે’!! જ્યારે અમેરિકાના પ્રમુખ થીયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે ‘અમેરિકામાં કાયદાનું ઘડતર કરવામાં ન્યાયાધીશો મુખ્ય છે

તેઓ બંધારણનું અર્થઘટન કરતા નવોજ કાયદો ઘડે છે’!! ભારતની સુપ્રીમ કોર્ટને પણ અમેરિકાની જેમ જ અદાલતી સમીક્ષા કરવાનો અધિકાર છે!! પરિણામે ભારતનું ન્યાયતંત્ર ની નિષ્પક્ષ અને નિડતરતા પૂર્વક કાયદાનું યોગ્ય અર્થઘટન કરી મહત્વપૂર્ણ ચુકાદાઓ આપે છે પરંતુ સરકાર ગમે તે રાજકીય પક્ષોની હોય તેમને ન્યાયતંત્રની નિડરતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતા ખટકે છે!! અને તેથી ન્યાયાધીશોની નિયુક્તિની તટસ્થ પદ્ધતિ “કોલેજીયમ” છે તે સરકારોને અનુકૂળ આવતી નથી!!

Supreme Court Chief Justice Dhananjaybhai Chandrachude

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચુડે તાજેતરમાં જ કહ્યું છે કે નેશનલ જયુડિશ્યલ ડેટા ગ્રીડ દૈનિક ધોરણે ઉપલબ્ધ કરવાની પ્રક્રિયા ચાલે છે આ અંગે કોલેજીયમ વધુ પારદર્શક બની તે માટે કોલેજીયમને વ્યાપક પ્લેટફોર્મ ઊભું કર્યું છે ત્યારે ૭૦ જેટલા ન્યાયાધીશોની નિયુક્તિ સરકાર વિલંબમાં નાખી યોગ્ય નથી કરી રહી વકીલ આલમ આ રીતે ઊંઘતું રહે તો ન્યાયતંત્ર ખતમ થઈ જશે?!

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજયભાઈ ચંદ્રચૂડે કોલેજીયન પ્રથાને વધુ તટસ્થ અને પારદર્શક બનાવવા અભૂતપૂર્વ પ્રયાસ કરી રહ્યા છે કોલેજીયમ માં સામેલ તમામ ન્યાયાધીશો બંધારણના વર્તમાન માળખામાં કામ કરે છે અને ન્યાયાધીશો બંધારણને લાગુ કરનારા વફાદાર સૈનિકો છે!! -ચીફ જસ્ટિસ ચંદ્રચુડ!!

પ્રોફેસર હેરલ્ડ લેસકી કહ્યું છે કે “સર્વોપરી અદાલત એ ધારાસભાનું ત્રીજું ગૃહ છે”!! આનો અર્થ એટલો જ કે દેશની સુપ્રીમ કોર્ટ સરકારે રચેલા કાયદાઓ દેશના બંધારણીય મૂલ્યો સાથે સુસંગત છે કે નહીં તે તપાસીને ચુકાદાઓ આપે છે જે દેશમાં રાજકીય પક્ષો કે વર્તમાન કેન્દ્ર સરકારને ખટકે છે કે શું?! સુપ્રીમ કોર્ટની કોલેજીયને ભલામણ કરી ૭૦ નાયાધીશોની નિયુક્તિ માટે કેન્દ્ર સરકારના કાયદા વિભાગને મોકલી આપે દસ મહિના થઈ ગયા સરકાર નવા ન્યાયાધીશોની નિયુક્તિ જ કરતી નથી?

આઝાદીના અમૃત મહોત્સવ યોજવાનું ચાલે છે તો બીજી બાજુ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર આ રીતે કુઠારાઘાત થઈ રહ્યો છે?!
દેશની કેન્દ્ર સરકારને વર્તમાન કોલેજીયમ પ્રથા ઘણા સમયથી ખટકે છે સરકારે ન્યાયાધીશોની નિયુક્તિમાં હસ્તક્ષેપ કરવાની તક જાેઈએ છે

તે મળી શકે તેમ નથી જે દિવસે ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા છીનવી લેવાશે પછી વકીલાતના વ્યવસાયનો કોઈ અર્થ નહીં રહે!! સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચૂડે તારીખ ૧૫.૦૯.૨૦૨૩ ના રોજ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે “ઉચ્ચ અદાલતોમાં નાયાધીશોની નિમણૂકો વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા સુપ્રીમ કોર્ટ પાસે ચુકાદાઓ, રિપોર્ટેબલ ચુકાદોઓ અને ચુકાદાઓની ગુણવત્તા અંગેનો ડેટા છે તેઓની પાસે સેન્ટર ફોર એન્ડ પ્લાનિંગ છે અને આ અંગે તેમણે વ્યાપા બનાવ્યું છે

જેમાં ભારતના ટોચના ૫૦માંથી દરેક ન્યાયાધીશોનું મૂલ્યાંકન કરાય છે ચીફ જસ્ટિસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચૂડે ત્યાં સુધી કહેલું છે કે ‘નેશનલ ડેટા પણ દૈનિક ધોરણે ઉપલબ્ધ કરાવે છે’ હવે ચીફ જસ્ટિસ ખુદ પોતે દેશની કોલેજીયમ પ્રથાની વધુ નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા અભૂતપૂર્વ પ્રયાસ કરી રહ્યા હોય, સક્રિય કામગીરી કરી રહ્યા હોય છતાં કેન્દ્ર સરકાર ૭૦ ન્યાયાધીશોની છેલ્લા ૧૦ માસથી નિયુક્તિ ઘોચમાં નાખી દેશની આઝાદીના અમૃત મહોત્સવ કાળમાં દેશના લોકોને શું સંદેશો આપવા માંગે છે?! એ બુદ્ધિજીવી વકીલો વિચારશે?!

આ લેખમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.