નવસારી ચીખલી હાઇવે પર ૬ વાહનો વચ્ચે ટક્કર
નવસારી, નવસારી ચીખલી હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાઇવે પર એક સાથે ૬ જેટલા વાહનો વચ્ચે ટક્કર થઇ હતી.
આ સીરિયલ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયું હતું. જાેકે, આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે અમુક લોકોને સામાન્ય ઇજાઓ થઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. નવસારી ચીખલી હાઇવે પર એકસાથે ૬ વાહનોની ટક્કર થઇ હતી. મલવાડા ગામ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી.
ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, હાઇવે પર ડિવાઇડરનું કામ ચાલતું હતું. આવામાં પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ અચાનક જ બ્રેક મારતાં પાછળથી આવી રહેલા વાહનો ધડાકાભેર ટકરાયા હતા.
આમ એક સાથે છ વાહનો વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સ સહિત છ વાહનો ટકરાયા હતા. વાહનો એક બીજા સાથે ધડાકાભેર ટકરાતાં હાઇવે બ્લોક થઇ ગયો હતો.
જેના બાદ અકસ્માતમાં નુકસાન પામેલા વાહનોને ક્રેનની મદદથી રસ્તાની બાજુમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી વાહન વ્યવહાર સામાન્ય બની શકે. ઘટનાને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.SS1MS