દેવગઢના પીપલોદ ગામની કમલ હાઈસ્કૂલની ૬૪મી વર્ષગાંઠની રંગારંગ ઉજવણી
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) તાલુકાની પીપલોદ ગામમાં આવેલ કમલ હાઈસ્કૂલમાં ૭૫ મોં પ્રજાસત્તાક દિન સાથે સાથે કમલ હાઇસ્કુલ ૬૪ મી વર્ષગાંઠ પૂજાવા સાથે ઋણાનુબંધુ સત્કાર સમારોહ યોજાયો હતો. પીપલોદ પ્રજાસત્તાક દિનનિમિત્તે પીપલોદ કેળવણી મંડળ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ ગામના પ્રથમ નાગરિક સરપંચ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં એન.સી.સી કેડેટ દ્વારા સલામી આમ આપવામાં આવી અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસની નાનકડી વાત કરવામાં આવી ત્યારબાદ કેળવણી મંડળ પીપલોદના દરેક કેળવણી મંડળના ટ્રસ્ટીઓ એ એનસીસી પરેડનો નિરીક્ષણ પણ કર્યું અને દરેક શિક્ષક ગણ તમામનો ડ્રેસ કોડ અલગથી રાખવામાં આવ્યો હતો અને શિક્ષિકા બહેનો નો પણ ડ્રેસ કોડ અલગથી યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં લોક નૃત્ય દાહોદ જિલ્લાનું આદિવાસી લોકો નૃત્ય અને દેશભક્તિ ગીત પર લોકનૃત્ય કરવામાં આવ્યા અને હાસ્ય કલાકારે પણ વિદ્યાર્થી તથા આવેલા મહેમાનોને ખૂબ હાસ્યરસ પીવડાવી સંગીત કલાકારો પણ ખૂબ દેશભક્તિ ગીત ગવડાવી વિદ્યાર્થીઓને જુસ્સો મોજ કરાવી સાથે સાથે કમલ હાઈસ્કૂલમાં ભૂતપૂર્વક અભ્યાસ કરેલા પૂર્વ વિદ્યાર્થીઓ જેવોના સ્કૂલના કાર્યકાળના તેઓના અભિપ્રાય જાહેરમાં આપ્યા અને આ કાર્યક્રમ યોજાયો એના માટે ખૂબ કેળવણી મંડળ નો આભાર વ્યક્ત કર્યો અને આવા કાર્યક્રમમાં તેઓને આવવાનો મોકો મળ્યો એ બદલ તેવો વારંવાર ખૂબ ખૂબ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો
અને આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને આવેલા મહેમાનો નો ભોજન સાથેની ચા નાસ્તા અને ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને આવેલા મહેમાનોએ ખૂબ ખુશી ખુશીથી મનાયો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તો તેઓને પોતાની આગવિ શૈલી માં કવિતાઓ પણ રજૂ કરી કવિતાની સાથે સાથે તેઓ ગણા વિદ્યાર્થી ભાવુક પણ થયા
અને ખૂબ જ સારીરીતે પોતપોતાના સ્કૂલ ટાઈમના મિત્રોને મળી ખૂબ આનંદ થયો અને આદિવાસી લોક ગીતો પર સૌએ એક સાથે વિદ્યાર્થી શિક્ષકો અને આવેલા મહેમાનો સાથે સાથે દાહોદ જિલ્લાના આદિવાસી પરંપરાગત આજ કરી સાંજના પાંચ વાગ્યે કાર્યક્રમની રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી હતી.
ખૂબ સારી મોટી સંખ્યામાં વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બહારગામ થી જેવા કે મુંબઈ અમદાવાદ સુરત વડોદરા ગોધરા દાહોદ અને વિદેશથી પણ ભૂતપૂર્વ સંસ્થામાં અભ્યાસ કરીને સરકારી કર્મચારીઓ અને ડોક્ટર એન્જિનિયર વકીલ શિક્ષકો અને ઉદ્યોગ વેપાર કરતા ને સંસ્થા તરફથી પ્રોત્સાહક સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેઓને અભ્યાસ કરાવતા શિક્ષકોને મળી તેઓના ચારણ સ્પષ્ટ કરી તેઓના આશીર્વાદ લીધા અને સૌ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે ફોટોગ્રાફી કરવાનું પણ ચૂક્યા ન હતા તેની સાથે-સાથે જુદી યાદોને પણ તાજી કરી હતી.