મારું ફેવરીટ વિંટર હર્બ ગુલાબજળ છેઃ શુભાંગી અત્રે

ટેલિવિઝન કલાકારોની વિંટર સ્કિનકેર સિક્રેટ્સ જાહેર!
વિંટર (શિયાળો) આવી ચૂકી છે અને આ મોસમમાં આપણા વોર્ડરોબનો કાયાકલ્પ કરવા સાથે આપણા સ્કિનકેર રુટીનમાં પણ સુધારણા કરવાની જરૂર રહે છે. શિયાળાના મહિનાઓમાં ત્વચાને ખુશ, હૃષ્ટપુષ્ટ અને ચમકદાર રાખવા માટે એન્ડટીવીના કલાકારો તેમના વિંટર સ્કિનકેરની ઉત્તમ સિક્રેટ્સ જાહેર કરે છે.
આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે છે, “શિયાળામાં તમારી ત્વચાને સ્વસ્થ રાખવાનું બહુ પડકારજનક હોય છે. બહારની ઠંડીની સ્થિતિ તમારી ત્વચાને રો બનાવે છે, જયારે ભીતરની ગરમી હવા અને તમારી ત્વચામાંથી નમી મેળવે છે.
આ પૃથ્વી પર લગભગ બધા જ વિવિધ હેતુઓ માટે હર્બ્સનો ઉપયોગ કરે છે. એવું જોવા મળ્યું છે કે હર્બ્સ ખાસ કરીને શિયાળામાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે ઘણા બધા લાભદાયી ગુણો ધરાવે છે. મારું એક ફેવરીટ વિંટર હબ ગુલાબજળ છે, જે શક્તિશાળી સ્કિન ટોનિક છે. તે ત્વચાની સપાટી પર રક્તાભિસરણ સુધારે છે.
ગુલાબજળમાં વિવિધ પ્રકારના વિટામિન છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવાં મિનરલ્સ પણ છે, જે આપણી ત્વચાના કોષો માટે જરૂરી હોયછે. ગુલાબ જળ દરેક પ્રકારની ત્વચા પર અનુકૂળ હોય છે, જેમાં મારા જેવી સંવેદનશીલ ત્વચાનો પણ સમાવેશ થાય છે. તે ત્વચાને ચીકણી બનાવ્યા વિના શિયાળામાં ચીકણી ત્વચાને નમી આપી શકે છે.
હું દરેક શિયાળામાં એક નાની ચમચી શુદ્ધ ગ્લીસરિન સાથે 100 મિલિ ગુલાબજળ મિક્સ કરું છું. કૃપા કરી તેને એરટાઈટ બોટલમાં રાખો અને ચહેરો અને હાથ પર સુકાશ આવતાં તેનાથી રાહત મેળવવા માટે તે લગાવો. હું શૂટિંગ પર પણ તે જોડે રાખું છું. આથી શિયાળો શરૂ થઈ ચૂક્યો હોવાથી કૃપા કરી તમારી ત્વચા અને સ્વાસ્થ્યની કાળજી રાખશો, હેપ્પી વિંટર્સ.”
એન્ડટીવી પર દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “જો તમે પૂરતું પાણી નહીં પીઓ તો કોઈ પણ હવામાનમાં કોઈ પણ સ્કિનકેર ઉપાય કામ નહીં કરશે.
આથી મારી સૌથી મહત્ત્વપૂર્ણ વિંટર સ્કિનકેર ટિપ હાઈડ્રેટ રહેવા અને મારી ત્વચા અને શરીરને નરિશ રાખવા માટે દિવસમાં કમસેકમ બે લિટર ઊનું પાણી પીવું જોઈએ. હું શૂટિંગમાં હોઉં કે વર્કઆઉટમાં હોઉં, હમેશાં પાણીની બોટલ મારી જોડે રાખું છું.
હું મારી ત્વચાને નરિશ્ડ રાખવા માટે ફેસ ઓઈલ્સ અને એલો જેલ જેવી બધી ચીજો નેચરલ અને ઓર્ગેનિક રાખવામાં માનું છું. ઉપરાંત ભરપૂર પાણી પીઉં છું. શિયાળામાં મારી ત્વચાના નમીયુક્તરાખવા માટે દૂધ, હળદર, મધ અને બેસન તથા સ્ક્રબ્સનાં ઘરે બનાવેલા ફેસ પેક્સનો ઉપયોગ કરું છું.
દહીં મારો શિયાળાનો બેસ્ટ ફ્રેન્ડ છે. હું સપ્તાહમાં બે વાર તે મારા ચહેરા પર લગાવું છું. દહીં ત્વચાને નમીયુક્ત રાખે છે. તે ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. તે ડાઘ ઓછા કરે છે અને ડાઘનો સફાયો કરવાનું કામ કરે છે. તે ત્વચાન સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, શિયાળો મારે માટે સાવ અલગ બાબત છે, કારણ કે મારી નૈસર્ગિક સૂકી ત્વચા છે. આથી તાપમાન નીચે આવતાં હું મારી વર્ષભરની બ્યુટી પ્રોડક્ટોની જગ્યાએ સીઝનલ વસાવું છું.
મારી દાદીએ મને એક વાર સલાહ આપી હતી કે દૂધની મલાઈ અને મધનું પેક ઉપયોગ કરવું જોઈએષ જે મારી ત્વચા પર અજાયબીનું કામ કરે છે. દૂધની મલાઈ તમારી ત્વચાને ચમકદાર અને નરમ રાખવા માટે ઉત્તમ નૈસર્ગિક નમીયુક્ત ક્રીમમાંથી એક છે. તમે ચહેરા પર ખીલ પેદા કરતા જીવાણુઓથી તમારી ત્વચાને છુટકારો અપાવવા માટે મધ પર આધાર રાખી શકો છો.
તમારે એક મોટી ચમચી દૂધ, મલાઈ અને મધ બાઉલમાં મિક્સ કરવું જોઈએ, જે પછી ઊના પાણીથી ધોવા પૂર્વે આશરે 15 મિનિટ સુધી તમારા ચહેરા અને ત્વચા પર આ મિશ્રણ લગાવવું જોઈએ. સૂકી ત્વચા ધરાવતી મહિલાઓએ સપ્તાહમાં કમસેકમ બે વાર આ અજમાવવું જોઈએ અને શિયાળામાં તમને તમારી ત્વચા વધુ ગમશે.”