Western Times News

Gujarati News

કોમેડિયન કામરાએ હવે નાણાં મંત્રીની મજાક ઉડાવી

નવી દિલ્હી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણીને કારણે વિવાદમાં ઘેરાયેલા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યાે છે.

તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યાે છે, જેમાં તેઓ એક ગીત દ્વારા નાણામંત્રીને ‘નિર્મલા તાઈ’ કહી રહ્યા છે અને નીતિઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

દોઢ મિનિટના આ વીડિયોમાં કામરાએ કટાક્ષમાં કહ્યું, ‘આપકા ટેક્સ કા પૈસા હો રહા હે હવા હવાઈ, ઈન સડકો કી બર્બાદી કરને સરકાર હે આઈ. મેટ્રો હે ઈનકે મન મેં ખોદ કર લે અંગડાઈ, ટ્રાફિક બઢાને યે આઈ, બ્રિજેસ ગિરાને યે હે આઈ, કહતે હે ઈસકો તાનાશાહી.’

કામરાએ આગળ કહ્યું કે, ‘દેશ મેં ઈતની મહંગાઈ સરકાર કે સાથ હે આઈ, લોકો કી લૂટને કમાઈ સાડી વાલી દીદી આઈ, સેલેરી ચુરાને યે હે આઈ, મિડિલ ક્લાસ દબાને યે હે આઈ, પોપકોર્ન ખિલાને યે હે આઈ. કહતે હે ઈસકો નિર્મલા તાઈ.’ભાજપના સ્ન્ઝ્ર પ્રવીણ ડરેકરે વિધાન પરિષદમાં કુણાલ કામરા વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ કર્યાે છે.

પ્રિસાઇડિંગ ઓફિસર સંજય કેલકરે જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર નોટિસ પર નિર્ણય લેશે. મુંબઈ પોલીસનું કહેવું છે કે, કામરા હજુ સુધી મુંબઈ પોલીસના સંપર્કમાં આવ્યો નથી. અમે તેની સામેના કેસોની તપાસ કરી રહ્યા છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.