સુરક્ષિત છે કોમેડિયન સુનીલ પાલ, પરિવારના સભ્યો સાથે થયો સંપર્ક
મુંબઈ, એક્ટર સુનીલ પાલ મંગળવારે મુંબઈથી એક શો માટે નીકળ્યા બાદ ઘણા કલાકો સુધી ગુમ થઈ ગયો હતો. બાદમાં તેણે તેના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યાે અને તે સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પાલ સાથે સંપર્ક ન હોવાને કારણે તે ક્યાં છે તે અંગે ઘણા કલાકો સુધી રહસ્ય રહ્યું હતું.
આ પણ વાંચોઃ રશિયન અભિનેત્રી કામિલા બેલ્યાત્સ્કાયા દરિયાના મોજામાં ખેંચાઈ, રેસ્ક્યુ ટીમને મળ્યો મૃતદેહતેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. જેના કારણે તેને શોધવાનું પોલીસ માટે ખૂબ જ પડકારજનક બની ગયું હતું. સુનીલ પાલની પત્નીએ મંગળવારે સાંજે સાંતાક્›ઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેને શોધવામાં મદદ માંગી હતી. તેને ડર હતો કે તેના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે.
પોલીસે તરત જ કોમેડિયનની શોધ શરૂ કરી.અધિકારીએ જણાવ્યું કે કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પાલે પોતે મોડી સાંજે તેના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યાે અને તેમને કહ્યું કે તે સુરક્ષિત છે. તે મંગળવારે મોડી રાત્રે અથવા બુધવારે સવારે ઘરે પરત ફરશે.
તેણે કહ્યું કે જ્યારથી પાલે તેના પરિવારનો સંપર્ક કર્યાે છે, તેની પત્નીએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. જોકે, પોલીસ તે ઘરે પરત ફરશે પછી તેની પૂછપરછ કરશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને કપિલ શર્મા સિવાય સુનીલ પાલે પણ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી ઘણું નામ કર્યું છે. તે વર્ષ ૨૦૦૫માં આ શોનો વિનર પણ બન્યો હતો. ફેન્સ તેના કોમિક ટાઈમિંગના દિવાના છે. લોકોને વારંવાર હસાવનારા સુનીલના ગુમ થવાના સમાચારે તેના ફેન્સને પરેશાન કરી દીધા હતા.
જ્યારે સુનીલ પાલની પત્ની સરિતાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે ત્યારે તેનો સંપર્ક ન થયો. કલાકો સુધી રાહ જોયા બાદ સુનીલની પત્ની સાંતાક્›ઝ પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં તેણે પોલીસને કેસની સંપૂર્ણ વિગતો રજૂ કરી અને તેના પતિના અચાનક ગુમ થઈ જવાની ફરિયાદ પણ નોંધાવી.સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે સુનીલ પાલ ખરેખર ગુમ છે કે પછી તે પબ્લિસિટી સ્ટંટ છે.
બે દિવસ પહેલા વિક્રાંત મેસીએ પણ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી હલચલ મચાવી દીધી હતી, જોકે બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે લોકોને ગેરસમજ થઈ હતી.તમને જણાવી દઈએ કે તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ગુરુચરણ સોઢી પણ ગુમ થયો હતો અને લગભગ એક મહિના પછી ઘરે પરત ફર્યાે હતો.સુનીલ પાલે નાના પડદા પર સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે ઘણું નામ બનાવ્યું છે.
એટલું જ નહીં, તેણે બોલિવૂડમાં પણ તેની છાપ છોડી છે. તેની કેટલીક ફિલ્મોમાં ‘હમ તુમ‘, ‘ફિર હેરા ફેરી’, ‘અપના સપના મની મની’, ‘બોમ્બે ટુ ગોવા’, ‘ક્રેઝી ૪’, ‘કિક’ સામેલ છે. આ ઉપરાંત સુનીલે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’, ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’, ‘કોમેડી સર્કસ’, ‘કોમેડી સર્કસ સુપરસ્ટાર’ શોનો સમાવેશ થાય છે.SS1MS