&પિક્ચર્સ પર 16 સપ્ટેમ્બરે કોમેડી ફિલ્મ “સર્કસ”નું પ્રિમિયર
તૈયાર થઈ જાઓ, સ્લેપસ્ટિક કોમેડી ‘સર્કસ’ તરીકે હાસ્ય અને એન્ડપિક્ચર્સ પર તેનું અત્યંત આવકાર્ય પ્રિમિયર માટે તૈયાર થઈ જાઓ. અદ્દભૂત હાસ્યાસ્પદ ફિલ્મના પાત્રો, રમૂજી વનલાઇનર્સ અને હાસ્યના હૂલ્લડની સાથે તમને પેટ પકડીને હસાવશે. એન્ડપિક્ચર્સ તમારી સમક્ષ બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મ લઇને આવે છે,
ત્યારે ચેનલ ૧૬મી સપ્ટેમ્બર, સાંજે ૮ વાગે તેના પ્રિમિયર માટે તૈયાર છે, જેમાં તે દર્શકોની સાંજને નોન-સ્ટોપ મનોરંજન, મસ્તીથી ભરપૂર રહેવાનું વચન આપે છે. અને રોજિંદા ઘટમાળથી બચાવે છે. ‘સર્કસ’એ સિતારાથી ભરપૂર ફિલ્મ છે, જેમાં ઉદ્યોગના કેટલાક પ્રતિભાશાળી કલાકારો જેવા કે, હંમેશા ઉર્જાવાન રણવીર સિંઘ, જેકલીન ફનાર્ન્ડિસ, પૂજા હેગડે, વરુણ શર્મા, સિદ્ધાર્થ જાદવ, જ્હોની લીવર અને વ્રજેશ હિરજી
સાથે મળીને એક એવો સિનેમેટિક અનુભવ ઉભો કરશે, જે તમને પેટ પકડીને હસાવશે. આ ફિલ્મ સદાબહાર મનોરંજક રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ છે, જે હાસ્યથી ભરપૂર મનોરંજન પહોંચાડવાની કુશળતા માટે જાણિતા છે. તેમાં ઉમેરો કરે છએ, દીપિકા પદુકોણે અભિનિત ‘કરન્ટ લગા રે’ને ૮૭ મિલિયન વ્યૂ મળ્યા છે તે બધાથી વધુ ટોચ પર છે અને તેના ઇલેક્ટ્રિફાઈંગ મૂવ્સ તમને થિરકવા પર મજબૂર કરી દેશે.