Western Times News

Gujarati News

વિદ્યાર્થીલક્ષી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ કાર્યરત

પ્રતિકાત્મક

વિદ્યાર્થી એક જ ઓનલાઇન અરજીથી તમામ 15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કાર્યવાહી કરી શકશે

ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/કૉલેજમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, એજ્યુકેશન, કાયદા વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં એક જ ઓનલાઇન અરજીથી વિદ્યાર્થીઓ પ્રવેશની કાર્યવાહી કરી શકે તે માટે વિદ્યાર્થીલક્ષી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (જીસીએએસ)ની રચના કરવામાં આવી છે.

આ 15 સરકારી યુનિવર્સિટીઓમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર, ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજ,

મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી, ભાવનગર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનો સમાવેશ થાય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન ધોરણ-12ની સામાન્ય (વિનયન અને વાણિજ્ય), વિજ્ઞાન, ઉત્તર બુનિયાદી તથા અન્ય શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2025-26માં સ્નાતક કક્ષાના વિવિધ ઉચ્ચતર અભ્યાસક્રમોમાં ઉક્ત પોર્ટલ મારફત પ્રવેશની કાર્યવાહી અંગે માહિતી મળી રહે તે માટે અત્રેની કચેરી દ્વારા ધોરણ-12ની તમામ શાળાઓમાં જીસીએએસ (GCAS)ની માહિતી દર્શાવતા બેનર લગાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.

આ બેનરમાં આપેલા ક્યુઆર કોડ મારફત વિદ્યાર્થીઓ  જીસીએએસના પોર્ટલની મુલાકાત લઈને રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા તમામ પ્રોગ્રામ્સની માહિતી મેળવી શકશે તથા તેમની પસંદગીની યુનિવર્સિટી-કૉલેજ-પ્રોગ્રામમાં એક જ ઓનલાઇન અરજીથી પ્રવેશ માટે કાર્યવાહી કરી શકશે એવું ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.