મોડાસા તાલુકાની સાકરિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે શુભારંભ થયો છે.આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો, અધિકારીશ્રીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાકરિયા પ્રાથમિક શાળા ખાતે શ્રી રતનકંવર ગઢવીચારણ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે,શિક્ષણને લઈને રાજ્ય સરકારશ્રીએ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડી છે.દરેક વાલીને સંબોધીને તેમણે કહ્યું કે,કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ,આ આપણા સૌ કોઈની જવાબદારી છે. તેમણે શાળા પરિવારને માઇક્રો પ્લાનિંગ થકી ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવા સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
ડાયરેક્ટરશ્રીએ બાલવાટિકા બાળકો સાથે નીચે બેસી ગમ્મત સાથે શિક્ષણનો અભ્યાસ કર્યો. સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેકટરે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી પ્રવેશોત્સવને યાદગાર બનાવ્યો.પી.એમ સાકરીયા પ્રાથમિક શાળા ના શિક્ષણથી સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેકટર પ્રભાવિત થયા હતા અને સરકારશ્રીની યોજનાઓથી બાળકો અને વાલીઓને માહિતગાર કરવામાં આવે છે અને ભૂલકાઓને ખૂબજ સુંદર રીતે નાનપણથીજ અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેનાથી બાળકોની માનસિક અને શારીરિક શક્તિઓ ખીલે છે.
સાકરિયા ખાતે આવેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની જિલ્લા કલેક્ટરશ્રી સાથે મુલાકાત કરી હતી અને ત્યાં ચાલતી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.અન્ય મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ગામના પદાધિકારિશ્રીઓ ,એસ.એમ.સી કમિટીના સભ્યશ્રીઓ, આચાર્યશ્રી,શાળાના શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.