કલ્યાણી શાળાનો દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવમાં પ્રસંશનીય દેખાવ
(પ્રતિનિધિ)વલસાડ, દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ -૨૦૨૨ ગજેરા વિદ્યાભવન કતારગામ , સુરત ખાતે યોજાયો હતો. જેમાં કલ્યાણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ચાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે પૈકી (૧) ટીસા હિતેશભાઈ પટેલ ધોરણઃ- ૧૨- બ ભજન સ્પર્ધા ખુલ્લો વિભાગ પ્રથમ ક્રમ (૨) વિશાખા અજય શર્મા ધોરણઃ- ૧૧- અ શિધ્ર વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ અને (૩) સજના અરવિંદભાઈ પટેલ ધોરણઃ- ૧૨- બ ચિત્રકામ સ્પર્ધા અ – વિભાગમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળા પરિવારને તમારા પર ગર્વ છે. વિજેતા વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાએ દક્ષિણ ગુજરાત પ્રદેશ, વલસાડ જિલ્લા તથા કલ્યાણી શાળાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર તથા આચાર્યશ્રી અને સંચાલક મંડળ વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકો શ્રી મહેશભાઈ , જગદીશભાઈ અને શ્રીમતી એલિઝાબેથને ખુબ ખુબ અભિનંદન અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે અનેક શુભકામનાઓ પાઠવે છે.