નોકરી પર કે મીટીંગમાં મોડા આવવાના કારણે કંપનીઓ યુવાઓથી નાખુશઃ સર્વે
કંપનીઓ યુવા પેઢીથી નાખુશ કહયું-કામ બાબતે ગંભીર નથી
(એજન્સી)ન્યુયોર્ક, કંપનીઓ યુવા પેઢીના કર્મચારીઓથી ખુશ નથી. તેમાં જેન જી એટલે કે ૧૯૯૬ અને ર૦ર૧ર વચ્ચે જન્મેલા યુવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કરીયર અને એજયુકેશનના ક્ષેત્રમાં કામ કરતી કંપની ઈન્ટેલીજન્સના સર્વે અનુસાર ૭પ% કંપનીએ આ પેઢીની કામગીરી સામે અસંતોષ વ્યકત કર્યો છે. સર્વેમાં સામેલ મેનેજરોએ જણાવ્યું હતું કે, ઘણા સ્નાતકો કામ પ્રત્યે મુળભુત અપેક્ષાઓ પુરી કરી શકતા નથી.
લગભગ ૬પ% મેનેજરો માનતા હતા કે યુવાનો ખુબ જ સત્તાનો ઉપયોગ કરે છે. ૬૩% લોકોને લાગ્યું કે તેઓ જલદી ગુસ્સે થઈ જાય છે. બીજી તરફ પપ% મેનેજરે કહયયું કે તેઓ તેમના કામ પ્રત્યે ગંભીર નથી. સૌથી મોટી ફરીયાદો તેમની કાર્યક્ષમતા વ્યવસાયિકતા અને ટીમ સાથે તાલમેલનો અભાવ છે.
કામનું ભારણ સંભાળવામાં સક્ષમ નથીઃ ર૧ ટકા મેનેજરોએ કહયુંકે નવી પેઢી વર્કલોડને હેન્ડલ કરવામાં સક્ષમ નથી. ઘણી વખત તેઓ કામ પર અથવા મીટીગમાં મોડા આવે છે. તેમની ભાષા કે ડ્રેસીગની રીત પણ પ્રોફેશનલ નથી. છમાંથી એક કંપનીએ સ્વીકાર્યું છે. કે તેમને આ વર્ષે જેન જી પેઢીમાંથી ઓછામાં ઓછા એક યુવાન કર્મચારી નોકરીમાંથી હાંકી કાઢયા છે. આ અસંતોષને કારણે કેટલીક કંપનીઓ ર૦રપમાં નવા સ્નાતકોને નોકરીએ રાખવામાં અચકાય છે.