ભરૂચમાં કરૂણા અભિયાન શરૂ
(પ્રતિનિધિ) ભરૂચ, ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે પતંગ રસિકો દ્વારા પતંગો ચગાવવાનું શરૂ થઈ ગયું હોવાથી દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભરૂચ જીલ્લામાં કરૂણા અભિયાનનો પ્રારંભ કરી દેવાયો છે. અવકાશી યુદ્ધ એવા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
ત્યારે કપાયેલા પતંગની દોરીથી આકાશમાં ઉડતા અથવા તો ઝાડ ઉપે બેસેલા પક્ષીઓ ઉપર દોડી પડવાના કારણે ઈજા થતી હોય છે.ત્યારે આવા કિસ્સામાં ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવતું હોય છે.કરૂણા અભિયાન આગામી ૨૦ જાન્યુઆરી સુધી ચાલનાર છે.ત્યારે ભરૂચ જીલ્લામાં પણ કરૂણા એનિમલ એમબ્યુલન્સ કાર્યરત કરી દેવામાં આવી છે.
જેમાં ભરૂચ શહેર માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમબ્યુલન્સ તેમજ આસપાસના ગામડાઓ માટે વેટરનીટી મોબાઈલ વાન કાર્યરત કરવા સાથે જીલ્લામાં કુલ ૨૦ ડૉકટરની ટીમ કાર્યરત રહેશે તેમ ડૉકટર નિરવ પટેલે જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરના પગલે પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે.પરંતુ કરૂણા અભિયાન અંર્તગત તાત્કાલિક સારવાર મળી રહેતા ઈજાગ્રસ્ત પક્ષીઓ નો જીવ બચી જતો હોય છે.ત્યારે પતંગ રસિકો એ પણ સાવચેતી રાખી પર્વની ઉજવણી કરવામાં આવે તો નિર્દોષ પક્ષીઓના જીવ બચી શકે છે.