Western Times News

Gujarati News

ડાન્સ શિક્ષકે ૭માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે અડપલા કરતા ફરિયાદ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલનો આર્ટ અને ડાન્સ શિક્ષક (Bharuch Delhi Public School DPS Art and Dance teacher) ધોરણ ૫,૬ અને ૭ ની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની અને શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં અલકનંદા સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય ધ્રુવીલકુમાર બાબુભાઈ પટેલ દિલ્હી પબ્લીક સ્કૂલમાં બાળકોને ડાન્સ અને આર્ટ્‌સ શીખવતો હતો.

જાેકે શિક્ષણ જગતને લજાવનાર આ લંપટ અપરણિત શિક્ષક વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલાં કરતો હતો.જેની સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં આવેલ એક મોટા ઉધોગગૃહમાં કામ કરતા ઉચ્ચ અધિકારીની ૭ માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી સાથે આ શિક્ષક જાતીય સતામણી કરતો હોવાનું માલુમ પડતા તેઓ સમસમી ઉઠ્‌યા હતા.

દિલ્હી પબ્લિક સ્કૂલમાં આ ઉચ્ચ અધિકારીએ વાલી તરીકે ફરિયાદ કરતા સંચાલકોએ પોતાની સ્કૂલની પ્રતિષ્ઠા સાચવવા તેનું માફીનામું લખાવી શાળા માંથી હકાલપટ્ટી કરી દીધી હતી.પરંતુ એક જાગૃત વાલી તરીકે આવા સમાજ અને દીકરીઓ માટે ઘાતક શિક્ષકને પાઠ ભણાવવા તેઓએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર શેક્ષણિક આલમમાં દાખલો બેસાડવા અને અન્ય વાલીઓ પણ આવા પાશવી તત્વોને ખુલ્લા પાડે

તેવા આશયથી ઉચ્ચ અધિકારીએ તેમની દીકરી સાથે થયેલી છેડછાડ અન્ય કોઈની દીકરી સાથે ન થાય તે માટે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા સી ડિવિઝન પોલીસ મથક દ્વારા પણ ત્વરિત કાર્યવાહી કરી લંપટ શિક્ષક ધ્રુવીલકુમાર પટેલની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી હતી.તો પોલીસની વધુ તપાસમાં આ શિક્ષકના મોબાઈલ માંથી અન્ય વિદ્યાર્થીઓના પણ અશ્લીલ ફોટા અને કેટલાક પોર્ન વિડીયો મળી આવ્યા છે.ત્યારે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.