પ્રેમ પ્રકરણમાં યુવાનને પ્રેમિકાના પરિવારજનોએ માર મારતા ૮ લોકો સામે ફરિયાદ

પ્રતિકાત્મક
યુવાનને ઈજા થતાં પ્રથમ જંબુસર રેફરલ હૉસ્પિટલ અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમીને નગ્ન કરી ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે.હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને જંબુસરની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની ફરજ પડી છે.
ઘટના સંદર્ભે જંબુસર પોલીસ સ્ટેશનમાં કુલ ૮ લોકો સામે યુવાનને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવાનો નોંધવામાં આવી છે.ઘટનાની ગંભીરતા પારખી બનાવની તાપસ ભરૂચ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલને સોંપવામાં આવી છે.તો આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર રહેતા હાલ ગામ લોકોમાં ભય નો માહોલ ઉભો થયો છે.
ઘટનાની જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિજય વાઘેલાની પુત્રી અમીષા સાથે હુમલાનો ભોગ બનનાર યોગેશ વસવાનો પ્રેમ સબંધ હતો.આ સંબંધ અમીષાના પરિવારને સ્વીકૃત ન હતો.યોગેશને પરિવારની દીકરીથી દૂર કરવા ૮ આરોપીઓએ મારક હથિયારો ધારણ કરી ફરીયાદીને લોખંડની પાઈપ
તેમજ લાકડીઓ વડે માર મારી નાની મોટી ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.યુવાનને નગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હતો.આ આખી ઘટનાનો સ્થાનિકોએ વિડીયો ઉતારી લીધો હતો જે વાઈરલ થયો છે. હુમલાના પગલે ઈજાગ્રસ્ત યોગેશ વસાવાને જંબુસરની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની ફરજ પડી હતી.
હુમલાની ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે. ઘટનાની ગંભીરતા પારખી બનાવની તપાસ ભરૂચ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ આર આર સરવૈયાને સોંપવામાં આવતા જંબુસર પોલીસે યોગેશભાઈ કાલુભાઈ વસાવા ઉંમર ૨૩ વર્ષ રહેવાસી વહેલમ ગામ નવીનગરી
તા.જંબુસરની ફરિયાદના આધારે (૧) સતિષભાઈ સુરેશભાઈ માળી (૨) મહેશ ઈશ્વર માળી (૩) વિજય પુંજાભાઈ વાઘેલા (૪) વિજયભાઈના જમાઈ કમલેશ(૫) મહેશભાઈની પત્નિ (૬)રિકલબેન મહેશભાઈ માળી (૭) જયાબેન કમલેશભાઈ માળી તથા (૮) સુરેશભાઈ વાધેલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
તો બીજી બાજુ યુવાનને માર મારનાર ૮ આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર રહેતા લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે.ત્યારે પોલીસ આરોપીઓને વહેલી તકે ઝડપી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.