પોલીસ ડ્રાઈવરના આપઘાત પ્રકરણમાં DySP અને PSI સામે ફરિયાદ

જુનાગઢ, જુનાગઢ પી.ટી.સી.ના ડ્રાઈવરના આપઘાત પ્રકરણમાં સાડા ચાર માસ પછી હાઈકોર્ટના આદેશને પગલે પી.ટી.સી.ના ડી.વાય.એસ.પી. તથા પી.એસ.આઈ. સામે વંથલી પોલીીસમાં મરવા મજબુર કર્યાની ફરીયાદ નોધાવતા પોલીસે બેડામાં ચકચાર મચી ગઈ છે.
આ કિસ્સાની વિગત પ્રમાણે જુનાગઢ પી.ટી.સી.માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયા ઉ.વ.૪પ ગત તા.ર૦ માર્ચ ર૦ર૩ના રોજ પોતાની ફરજ પરા હતા
ત્યારે એક મહીલા તાલીમાર્થીને પોતાના ફોનમાં પોર્ન જાેતા પકડેલા અને આમ ન કરવા ઠપકો આપ્યો હતો. તેથી તાલીમાર્થી મહીલાએ ડી.વાય.એસ.પી. ને ફરીયાદ કરતા ડી.વાય.એસ.પી. ખુશ્બુ કાપડીયાએ બ્રીજેશ લાવડીયાને કંટ્રોલ રૂમમાં બોલાવી ખોટા આક્ષેપો કર્યા હતા. આટલું જ નહી ખોટા કેસમાં ફસાવી દેવા તથા બદનામ કરી દેવાની ધમકી આપી હતી.
ઓફીસની અંદર બોલાવી ડી.વાય.એસ.પી.આઈ. પ્રવીણ નરેન્દ્ર ખાચરે લાકડી વડે માર માર્યો હતો. અને જણાવેલું કે, હવે પી.ટી.સી. કમ્પાઉન્ડમાં પગ મુકીશ તો ચાલવા જેવો રહેવા દેશુ નહી તું કેમ્પસ છોડીને જતો રહે.
પોલીસ અધિકારીઓના માર તથા ડરથી બ્રીજેશ લાવડીયા કેમ્પસ છોડવા મજબુર થઈને કેમ્પસ છોડવા મજબુર કેમ્પસ બહાર નીકળી વંથલીના શાપુરની સીમમાં ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટ મોટમા રીપોર્ટમાં મારના નિશાન હોવાથી મૃતકના પુત્રએ ઉચ્ચ અધિકારીએ તપાસ કરવા માગ કરી હતી પરંતુ કોઈ દરકાર લેવાઈ ન હતી.
આ અંગે સરકારરમાં રજુઆત કરવા છતા પરીણામ ન મળતા અંતે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે તત્કાલીન એસ.પી. રવી તેજા તથા આઈ.એમ.વાઢેરને તતડાવ્યા હતા. અને જવાબદાર સામે પોલીસ ફરીયાદ નોધવા ગૃહ સચીવને આદેશ કર્યો હતો.
આ હુકમના પગલે વંથલી પોલીસે મૃતકકના પુત્ર રીતેશ લાવડીયાની ફરીયાદના આધારે ડી.વાય.એસ.પી. આઈ. પ્રવીણ ખાચર તથા તપાસમાં જે ખુલ્લે તેઓની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.