પરિણીતાના દાગીના ઊતરાવીને ઘરમાંથી કાઢી મૂકનારાં સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ
દહેજ ભૂખ્યાં સાસરિયાંએ પરિણીતા પાસે રૂપિયાની માગણી કરી બે વર્ષથી જીવવાનું હરામ કરી દીધુંઃ રખિયાલ પોલીસ ગુનો દાખલ કરી તપાસ આદરી
અમદાવાદ, શહેરના રખિયાલ વિસ્તારમાં પરિણીતાએ દહેજનાં ભૂખ્યાં સાસરિયાં વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બે વર્ષના લગ્નજીવનમાં સાસરિયાંએ પરિણીતાનું જીવન એટલી હદે ખરાબ કરી નાખ્યું છે કે તેણે અંતે કાનૂનનો સહારો લેવાના દિવસો આવી ગયા છે.
બે મહિના પહેલાં સાસરિયાંએ પરિણીતાના સોનાના દાગીના ઊતરાવી લઈ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે દહેજ લઇને આવીશ તો જ ઘરમાં રહેવા દઈશું.
રખિયાલ વિસ્તારમાં રહેતી સીમા (નામ બદલ્યું છે)એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિ શાહિદ હુસેન સૈયદ, સાસુ સલમાં સૈયદ, નણંદ સિરીન સૈયદ અને જેઠ રાશીદ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ તેમજ દહેજની ફરિયાદ કરી છે. સીમા છેલ્લા બે મહિનાથી તેનાં માતા-પિતા સાથે પિયરમાં રહે છે.
વર્ષ ૨૦૨૧માં સીમાનાં લગ્ન શાહિદ સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્ન સમયે સીમા સોના-ચાંદીના દાગીના તેમજ એક બાઇક દહેજ પેટે લાવી હતી. લગ્નના એક મહિના સુધી સીમાને સારી રીતે રાખ્યા બાદ સાસરિયાંનો ત્રાસ શરૂ થઇ ગયો હતો. સાસરિયાં સીમાને મહેણાંટોણાં મારતાં હતાં કે તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી. આ સિવાય ઘરના કામ બાબતે પણ સાસરિયાં હેરાન-પરેશાન કરી મૂકતાં હતાં.
દહેજ ભૂખ્યા સાસરિયાંએ સીમાને એટલી હદે હેરાન કરી કે તેને પિયરમાંથી રોકડ રૂપિયા પણ લઇને આવવાનું કહેતાં હતાં. સીમાનાં માતા-પિતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેણે દહેજ લાવવાની ના પાડી દીધી હતી, જેથી વીફરેલં સાસરિયાંએ તેની સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું.
સીમા પતિ પાસે ઘરખર્ચ માટે રૂપિયા માગે તો તે આપતો નહીં અને કહેતો હતો કે પિતા પાસેથી દહેજ લઇને આવ. બેમહિના પહેલાં દહેજના મામલે સીમા સાથે મારઝૂડ કરી હતી અને તેણે પહેરેલા સોનાના દાગીના કાઢી લીધઆ હતા. ત્યાર બાદ ઘરમાંથી કાઢી મૂકી હતી.
સાસરિયાંએ સીમાને કહ્યું હતું કે તારા બાપના ઘરેથી દહેજ લઇને આવ, પછી જ તને રાખીશં. ત્યાર બાદ સીમા તેના પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. જાેકે તેનાં સાસરિયાં તેડી નહીં જતાં અંતે તેણે સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી હતી. રખિયાલ પોલીસે પતિ, સાસુ, નણંદ અને જેઠ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.