11.30 લાખની ઠગાઈનું તરકટ કરનારા મોડાસાના દંપતી સામે ફરિયાદ
મોડાસા, મોડાસાની આઈજી રેસીડેન્સી રેસીડેન્સીમાં રહેતા દંપતીઓ પોતાની સાથે ૧૧.૩૦ લાખની ઠગાઈ થઈ હોવાની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. જેમાં દંપતીએ ખોટી અરજી આપી હોવાનું તપાસ દરમ્યાન બહા રઆવતા ટાઉન પોલીસ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસાની આઈજી રેસીડેન્સી માં રહેતી ઝુલ્ફા લુકમાન ઉસ્માનગની ખેરડાએઅ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખીતમાં અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની સાથે ૧૧.૩૦ લાખની ઠગાઈ થઈ છે. પીએસઆઈ પી.પી.ડાભીએ અરજદાર અઅને સામે પક્ષના તેમજ અન્ય લોકોના નિવેદન લીધા હતા.
જેમાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મહીલા અરજદારના પતી લુકમાન ખેરાડાએઅ સામા વાળા ઈમ્તીયાઝ હબીબભાઈ સુથાર પાસેથી કાપડનાં ધંધામાં ભાગીદારી કરવા રૂપિયા લીધા હતા. જેના બદલામાં મહીલાના પતીએ ઈમ્તીયાઝ સુથારને ચેક આપ્યો હતો.
આ ચેક તેમણે એક્ષીસ બેકમાં નાખતા જ મહીલા અરજદારે તેમની સાથે ૧૧.૩૦ લાખની ઠગાઈ થઈ હોવાની ટાઉન પોલીસમાં ખોટી અરજી આપી હોવાનું તપાસમાં બહાર આવ્યુંહતું. જેથી પોલીસે જુલ્ફા લુકમાન ઉસ્માનગી ખેરાડા લુકમાન ઉસ્માનગરની ખેરાડા વિરૂધ્ધ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.