Western Times News

Gujarati News

કોમેડીના નામે અશ્લીલતા: “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ”ના આયોજકો તેમજ અન્ય 3 વિરુદ્ધ ફરિયાદ

રણવીર અલ્હાબાદિયા સામે દેશભરમાં રોષ

(એજન્સી)મુંબઈ, મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જેન લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટમાં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો.

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાયા ગયા હતા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કીડ, કોમેડિયન સમય રૈના અને શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.