મહેસાણાના દંપતીના પાસપોર્ટમાં ચેડાં કરનાર એજન્ટ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ
મહેસાણા, મહેસાણામાં રહેતા અને દરજી કામ કરતા દંપતીને અમેરિકા જવાના સપના પર પાણી ફરી વળ્યું છે. ગામના જ એક વ્યક્તિએ અમેરિકા મોકલી આપવાનું કહીને અમદાવાદના આશ્રમ રોડ પાસે આવેલી સ્કાય લેન્ડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ સાથે ભેટો કરાવ્યો અને એજન્ટે દંપતીના પાસપોર્ટ પરથી બનાવટી પાસપોર્ટ બનાવ્યા અને તેમાં જુદા-જુદા દેશોના સ્ટેમ્પ લગાવીને રૂ. ૩૫ લાખ ખંખેરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગર ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
મહેસાણા જિલ્લાના સાંગણપુર ગામમાં રહેતા લાલજીભાઈ દરજી (ઉં.૫૦) અને તેમની પત્ની હસુમતીબેન દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
પરિવારને આર્થિક સદ્ધરતા મળી રહે તે દંપતીએ વર્ષ ૨૦૧૪માં અમેરિકા જવાનું સપનું સેવ્યું હતું. લાલજીભાઈએ તેમના ગામમાં રહેતા જિતેન્દ્ર પ્રજાપતિને વાત કરતા તેમણે અમદાવાદમાં જગદીશ પટેલ કે જેઓ સ્કાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે તે અમેરિકાનું પણ કામ કરે છે. તે વિઝા અપાવી આપશે તેવી વાત કરી હતી. ત્યારબાદ લાલજીભાઈએ પોતાના અને પત્નીના પાસપોર્ટ સહિતની વિગતો જિતેન્દ્ર પ્રજાપતિને આપી હતી.
જિતેન્દ્ર પ્રજાપતિએ તેમના મળતિયા અને આખજ ગામના વતની એવા જીવાભાઈ ગાંડાભાઈને વાત કરી હતી. ત્યારબાદ ફેબ્›આરી ૨૦૧૪માં લાલજીભાઈ, જિતેન્દ્ર પ્રજાપતિ અને જીવાભાઈ ગાંડાભાઈ ત્રણેય સ્કાય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ આશ્રમ રોડ પર આવેલી છે ત્યાં એજન્ટ જગદીશ ભાઈ પટેલને મળવા માટે ગયા હતા.
એજન્ટે અમેરિકા મોકલી આપશે પરંતુ રૂપિયા ૩૫ લાખ થશે તેમ કહીને લાલજીભાઈ અને તેમની પત્ની હસુમતી બેનના પાસપોર્ટ, એલસી, માર્કશીટ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા લઇ લીધા હતા. બાદમાં થોડા મહિના બાદ દંપતીને ઓફિસે બોલાવીને અમેરિકા એમ્બેસીમાં જે સવાલો પૂછવામાં આવતા હોય છે. તેની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી દંપતીને આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪ના માર્ચ મહિનામાં દંપતીને એમ્બેસીની તારીખ આવી ગઈ છે કહીને મુંબઈની ટિકિટ અને દંપતીના પાસપોર્ટ આપ્યા હતા.
લાલજીભાઇએ પાસપોર્ટ જોતા તેમાં દુબઈ, તાન્ઝાનિયા, થાઈલેન્ડ સહિતના દેશોના સિક્કા દંપતીના પાસપોર્ટમાં માર્યા હતા. જેથી લાલજીભાઈએ પૂછ્યું કે આ સિક્કા મારવાનું કારણ શું છે ત્યારે એજન્ટે જણાવ્યું કે અમેરિકા જવા માટે આ બધી પ્રોસેસ કરવાની રહેતી હોય છે કહીને મુંબઈ અમેરિકાની એમ્બેસીમાં મોકલી આપ્યા હતા.
દંપતી ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે એમ્બેસીએ પાસપોર્ટ ચેક કરતા ટ્રાવેલ હિસ્ટ્રી અંગે સવાલ પૂછતા દંપતી પાસે કોઈ જવાબ ન હતા. જેથી એમ્બેસી દ્વારા દંપતીના પાસપોર્ટ પર રીજેકશનનો સિક્કો મારીને પાસપોર્ટ જમા લઇ લીધા અને ખરાઈ માટે રિજનલ પાસપોર્ટ ઓફિસે મોકલી આપ્યા હતા.
દંપતી પાછા આવ્યા બાદ એજન્ટનો સંપર્ક કરતા કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો. ત્યારબાદ અમદાવાદમાં આવેલી પાસપોર્ટ શાખાની મુખ્ય બ્રાંચમાંથી લાલજીભાઈ અને તેમની પત્નીના નામની નોટિસ આવી હતી.SS1MS