અક્ષય કુમારના નામે ‘ગોલમાલ’ ઓટીટી શોના ડાયરેક્ટરની ફરિયાદ
મુંબઈ, વીતેલા દાયકાનાં જાજરમાન એક્ટ્રેસ ઝીનત અમાન પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ઝીનત અમાન લાંબા સમય બાદ એક્ટિંગમાં કમબેક કરી રહ્યાં છે અને તેમણે ઓટીટી પ્લેટપોર્મની પસંદગી કરી છે.
ઓટીટી પર ‘શો સ્ટોપર’ના આગમન પૂર્વે જ આ શો ચર્ચામાં આવ્યો છે. ઝીનત અમાનના આ શોમાં પ્રેઝન્ટર તરીકે અક્ષય કુમારને સંમત કરવાના નામે ઠગાઈ કરવાનો આરોપ એક એક્ટ્રેસ પર લાગ્યો છે. શોના ડાયરેક્ટરે દિગાંગના સૂર્યવંશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અનેક ટીવી સિરિયલમાં મહત્ત્વના રોલ કરનારી દિગાંગનાએ ગોવિંદા સાથે ‘ળાઈડે’માં કામ કર્યું હતું અને હાલ તે સાઉથમાં એક્ટિવ છે.
ઝીનત અમાનનો કમબેક પ્રોજેક્ટ ‘શો સ્ટોપર’ આર્થિક તંગીના કારણે અટવાયો હોવાના રિપોટ્ર્સ અગાઉ આવ્યા છે. આ શોના ડાયરેક્ટર મનીષ હરિશંકરે આ મામલે ખુલાસો કર્યાે હતો કે, એક્ટર્સ અને ક્‰ સભ્યોની ફી ચૂકવાઈ ગઈ છે અને શો હાલ પોસ્ટ પ્રોડક્શનમાં છે.
રિલીઝ ડેટ નક્કી થાય તે પહેલાં ‘શો સ્ટોપર’ વધુ એક ચર્ચામાં છે. આ વખતે શોના ડાયરેક્ટરે જાણીતી ટીવી-ફિલ્મ એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ‘શો સ્ટોપર’ના પ્રેઝન્ટર તરીકે અક્ષય કુમારને લાવવા માટે દિગાંગનાએ એમઓયુ કરવા કહ્યું હતું.
પોતાની ફી માટે મર્સિડિઝ કાર અને રૂ.૭૫ લાખ ઉપરાંત અક્ષયના સેક્રેટરી વેદાંગ બાલી અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય મે રૂ.એક કરોડની ફી માગી હતી. શોના પ્રોડ્યુસર અક્ષય કુમારને રૂ.૬ કરોડ એડવાન્સ ચૂકવે તો જ તેઓ આ પ્રોજેક્ટમાં કામ કરશે તેવું દિગાંગાના કહેતી હતી.
જો કે ‘શો સ્ટોપર’ના ડાયરેક્ટર સાથે અક્ષય કુમારની મુલાકાત કરાવતી ન હતી. અક્ષય કુમારના પ્રતિનિધિ હોવાનો ડોળ કરીને દિગાંગનાએ ફરિયાદીને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. અક્ષય કુમાર સાથે આ મામલે વાત થઈ હોવાનો દાવો દિગાંગનાએ કર્યા પછી અક્ષય કુમાર આ શો જોવા માગતા હોવાનું કહીને બે વ્યક્તિ મનીષની ઓફિસે આવ્યા હતા. અક્ષય કુમાર તે સમયે અજમેરમાં શૂટિંગ કરતા હતા.
તેથી દિગાંગના અને પોતાના સ્ટાફને અજમેર જવાની વ્યવસ્થા ફરિયાદીએ કરી હતી. અજમેર પહોંચ્યા પછી દિગાંગનાએ ‘શો સ્ટોપર’ની વિગતો ધરાવતું આઈ પેડ લઈ લીધું હતું અને સ્ટાફને એકલા રાખીને જ અક્ષય કુમારને મળવા પહોંચી હતી. અક્ષય કુમાર ‘શો સ્ટોપર’માં પ્રેઝન્ટર બનવા માટે રૂ.૬ કરોડ એડવાન્સ માગી રહ્યા હોવાનું દિગાંગનાએ કહ્યં હતું.
આ રકમ મળ્યા પછી મનીષ હરિશંકર ‘શો સ્ટોપર’ના પ્રેઝન્ટર તરીકે અક્ષય કુમારના નામનો ઉપયોગ કરી શકશે તેવી ખાતરી દિગાંગનાએ આપી હતી. અક્ષય કુમારે ‘શો સ્ટોપર’માં પ્રેઝન્ટર બનવા તૈયારી દર્શાવી હોવાનું સાંભળીને મનીષ હરિશંકરે અક્ષય સાથે મુલાકાત કરાવવા કહ્યં હતું.
વારંવાર યાદ કરાવવા છતાં દિગાંગનાએ અક્ષય સાથે મુલાકાત કરાવી ન હતી. જેથી મનીષે આખરે ફોન પર વાત કરાવવા કહ્યું હતું. દિગાંગનાએ તેમાં પણ બહાના બનાવ્યા હતા. જેથી કંટાળીને મનીષે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.SS1MS