કડીમાં બે યુવાનનું અપહરણ કરી હુમલો કરનાર ૪ વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા, કડીમાં નાણાંની લેતીદેતીમાં બે યુવાન મિત્રોને ઘરની બહાર બોલાવી ઢોર માર મારી બન્નેનું ૪ શખ્સો અપહરણ કરી ગયા હતા. આ અંગે અપહરણનો ભોગ બનેલા યુવાનના પરિવારજનોને જાણ થતાં તેઓ પોલીસને લઈ ઘટના સ્થળે પહોંચતાં ચારેય શખ્સો એક યુવાનનું અપહરણ કરી ભાગી ગયા હતા.
કડીના કરણનગર રોડ પરની નારાયણનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૨૭ વર્ષિય અશ્વિન અરવિંદભાઈ પટેલને ગત મંગળવારે મોડી સાંજે લાલુ કાંતિજી ઠાકોર નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે તમારા મિત્ર ધ્›વરાજ રાજુભાઈ ઓડને લઈ સુખશાંતિ મેદાનમાં આવવાનું કહેતા બન્ને બાઈક ઉપર ત્યાં પહોંચ્યા હતા. જ્યાં લાલુ કાંતિજી ઠાકોર સહિત ચાર શખ્સો હાજર હતા.
દરમિયાન લાલુ કાંતિજી ઠાકોરે નાણાં આપવા ધ્›વરાજ અને ત્યારબાદ અશ્વિન પટેલ પાસે કડક ઉઘરાણી કરી હતી. બન્ને યુવકે નાણાંની સગવડ ન હોવાનું જણાવતાં હાજર ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ તેમને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાની જાણ અશ્વિન પટેલના પિતા અને ફોઈના દીકરાને થતાં તેઓ પોલીસને લઈ ત્યાં પહોંચ્યા હતા.
ત્યારે ઉપરોક્ત ચારેય શખ્સોએ પોલીસને જોઈ બન્ને માર માર્યાે હતો અને બળજબરી પૂર્વક ધ્›વરાજ રાજુભાઈ ઓડનું એક્ટિવા ઉપર અપહરણ કરી લઈ ગયા હતા. આ અંગે અશ્વિનભાઈ પટેલે કડી પોલીસ મથકો ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ચારેય સામે અપહરણ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS