બિહાર મુખ્યમંત્રી સામે મુઝફ્ફરપુર CJM કોર્ટમાં ફરિયાદ દાખલ
(એજન્સી)પટણા, બિહારમાં વર્ષ ૨૦૧૬થી દારુબંધી છે તેમ છતાં પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં ઝેરી દારુ પીવાથી અનેક લોકોના મોત થયા છે. આને લઈને મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, આબકારી કમિશનર વિનોદ સિંહ ગુંજિયાલ સહિત બિહારના દરેક જિલ્લાના આબકારી અધીક્ષકો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બિહારમાં ઝેરી દારુ પીવાથી ૨૪૩ લોકોના મોત મામલે દોષિત હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વકીલ સુશીલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. વકીલ સુશીલ કુમાર સિંહે ઝેરી દારુ પીવાથી થયેલા મોતના સરકારી આંકડાઓને આધાર બનાવ્યો છે. કલમ ૩૦૪ અને ૧૨૦બી તેમજ ૩૪ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કોર્ટે આ ફરિયાદ સ્વીકારી છે અને આ કેસની સુનાવણી આગામી તારીખ ૧૬મી સપ્ટેમ્બર આપવામાં આવી છે. વકીલ સુશીલ કુમારે જણાવ્યું હતું કે ઇ્ૈંના જવાબમાં તેમને આ જાણકારી મળી હતી કે દારુબંધી લાગુ થયા બાદ ઓગસ્ટ ૨૦૨૩ સુધી બિહારમાં કુલ ૨૪૩ લોકોની મોત ઝેરી દારુથી થઈ છે.
આ લોકોના મોત માટે બિહાર સરકાર જવાબદાર ઠેરવતા ફરિયાદ દાખલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે ૨૦૧૬ પહેલા દારુના વેંચાણ પર રોક ન હતી તે સમયે પણ આ જ મુખ્યમંત્રી હતા જેમણે દરેક શેરી ગલીમાં દારુની દુકાનો ખોલાવી હતી અને એક ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. જે દુકાનદારોનું દારુનું વેચાણ ક્વોટા મુજબ થતું ન હતું તેઓએ ક્વોટા મુજબ ટેક્સ જમા કરવો પડતો હતો.
બિહારમાં નશા મુક્તિ માટે જાગરુકતા અભિયાન ચલાવ્યા વગર જ અચાનક વર્ષ ૨૦૧૬માં દારુબંધીનો કાયદો લાગુ કરી દીધો હતો તેમ વકીલે કહ્યું હતું. આજે સમગ્ર બિહારમાં કોઈપણ જાતની રોક-ટોક વગર દેશ તેમજ વિદેશી દારુ જેમાં ઝેરી દારુ પણ વેચાઈ છે જેના પીવાથી ઘણા લોકોની મોત થઈ ગઈ છે જ્યારે હજારો વિકલાંગ બની ગયા છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫માં પ્રાપ્ત જાણકારી મુજબ દારુનું વેચાણ ચાલુ છે.