Western Times News

Gujarati News

ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં ફરિયાદ

અમદાવાદ, કોંગ્રેસના રાહુલ ગાંધી બાદ હવે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે.  ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ નોંધાઈ છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોને દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું અરજીમાં જણાવાયું છે.

તેજસ્વી યાદવે આ નિવેદન ૨૨ માર્ચ ૨૦૨૩નાં રોજ આપ્યું હતું. અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી.

બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ અરજી સંદર્ભે ૧મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. ઁદ્ગમ્ કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું.

તેમને જણાવ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. ઝ્રમ્ૈંના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.