Western Times News

Gujarati News

કેનેડામાં લગ્ન પછી ત્રાસ આપતાં સાસરિયાઓ સામે વડોદરામાં ફરિયાદ

વડોદરા, વડોદરા જિલ્લાના સોખડા ગામના અલકાપુરીની યુવતી સ્ટુડન્ટ વર્ક પરમિટ વીઝા પર ઓસ્ટ્રેલિયા ગઇ હતી તે દરમિયાન સોશિયલ મિડિયાના માધ્યમથી આણંદના યુવક સાથે પરિચય થયો હતો, પરિચય પ્રેમમાં પરિવર્તન થયો હતો અને ત્યારબાદ તેઓના રજીસ્ટર મેરેજ કર્યા હતા, થોડા સમય બાદ બંને પરિવારની ખુશીથી ધામધૂમથી લગ્ન થયા હતા ત્યારે સ્નેહાબેનના પરિવારે સોના ચાંદીના દાગીના,ગૃહસ્થીની ચીજવસ્તુઓ તથા સ્નેહા બેને પોતાની ઓસ્ટ્રેલિયાની કમાણીની રકમ પણ અવારનવાર આપી હોવા છતાં સાસરિયાઓએ પોતાનું પોત  પ્રકાશ્યું હતું અને વારંવાર નાણાંની માંગણી ચીજવસ્તુઓની માંગણી કરી પરિણીતાને પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું આખરે પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

સોખડા ગામના અલકાપુરી ખાતે રહેતી સ્નેહા પ્રવિણભાઇ પટેલ જુલાઇ ૨૦૧૬ થી ૨૦૨૩દરમિયાન સ્ટુડન્ટ વિઝા વર્ક પરમીટ પર ઓસ્ટ્રેલિયા હતી. તે દરમિયાન વર્ષ -૨૦૨૨મા સોશિયલ મિડિયાના માધ્યમથી મૂળ આણંદના કૃણાલ યોગેશભાઇ પટેલ ના પરિચયમાં આવ્યા હતા. બાદમાં તા.૧૯-૦૧-૨૦૨૩મા બંનેના પરિવારોની ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

લગ્ન બાદ નવોઢા સાસરીમાં ગઈ ત્યારે તેની સાથે યોગ્ય વર્તન ન કરાયું ત્યારબાદ પતિ દ્વારા પૈસાની માગણી કરવામાં આવી તે સમયે પણ તેને ઓસ્ટ્રેલિયન ડોલર આપવામાં આવ્યા ત્યારબાદ પતિ કેનેડા અને પત્ની ઓસ્ટ્રેલિયા ગયા બાદ પણ સાસરિયાં અને પતિની માંગણીઓ ચાલુ રહી હતી.

ત્યારબાદ સ્નેહા પતિ પાસે કેનેડા ગયા ત્યારે પણ પૈસાની માગણી ચાલુ રાખી પરેશાન કરતા આખરે સ્નેહા પરત આવીને છેલ્લા પાંચ માસથી પોતાના માસીના ઘરે રહે છે. તેણીએ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.