ફરિયાદ ભલે મહિલાએ કરી હોય પરંતુ એક તરફી તપાસ કરી શકાય નહીંઃ કેરળ હાઈકોર્ટ

નવી દિલ્હી, કેરળ હાઈકોર્ટે જાતીય શોષણના મામલામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે, જાતીય શોષણના ગુનાઓના મામલામાં એવું અનુમાન લગાવી શકાય નહીં કે ફરિયાદ કરનાર મહિલા છે તો તેણે કહેલી દરેક વાત સાચી છે, કારણ કે આજકાલ આવા મામલાઓમાં નિર્દાેષ લોકોને ફસાવવાની પ્રવૃતિ પણ હોય છે.
જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને આ ટિપ્પણી એક પૂર્વ મહિલા કર્મચારીના જાતીય શોષણ કરવાના આરોપીને આગોતરા જામીન આપતી વખતે કરી છે. કેટલીય વારે ખોટા કેસો આત્મ સન્માન પર ડાઘ લગાડે છે, તેમ કહીને હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા છે.
હાઈકોર્ટે કહ્યું કે, આ મામલામાં પોલીસે બરાબર તપાસ કરી નથી. આરોપીએ કહ્યું હતું કે મહિલાએ તેને ગાળો(અપશબ્દો) બોલ્યા હતા. કોર્ટે કહ્યું કે, ફરિયાદ કરનારની તરફથી નોધાયેલા મામલાની એક તરફી તપાસ કરી શકાય નહીં. પોલીસે બંને પક્ષોના નિવેદન સાંભળવા જોઈએ.
એ હિસાબે તપાસને આગળ વધારવી જોઈએ.૨૪મી ફેબ્›આરીએ પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે, આજકાલ જાતીય શોષણના ગંભીર આક્ષપોની સાથે નિર્દાેષ લોકોને ગુનાહિત મામલામાં ફસાવવાની પ્રવૃતિ થઈ રહી છે.
જો પોલીસને લાગે છે કે પુરુષોની સામે આવી મહિલાઓના આક્ષેપો ખોટો છે, તો એ ફરિયાદ કરનારની સામે પણ કાર્યવાહી કરી શકે છે, કારણ કે કાયદો તેની મંજૂરી આપે છે. કોર્ટે પોલીસ અધિકારીઓને કહ્યું કે તપાસ દરમિયાન ગુનાહિત મામલામાં સત્ય શોધવા માટે સાવચેત અને સજાગ રહેવું જોઈએ.
એટલા માટે, ગુનાહિત મામલામાં અંતિમ રિપોર્ટ રજૂ કરતાં પહેલા અનાજમાંથી ભૂસું અલગ કરવાનું કામ પોલીસનું છે. આ સમગ્ર મામલો એક કંપનીના બે કર્મચારી સાથે જોડાયેલો છે. પીડિત મહિલા જે કંપનીમાં કામ કરતી હતી, આરોપી ત્યાં મેનેજર હતો.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ જાતીય શોષણના ઇરાદાથી તેનો હાથ પકડી લીધો હતો. જોકે, આરોપીએ મહિલાએ લગાવેલા આક્ષેપો ફગાવી દીધા હતા.આરોપીએ ખુદે મહિલાની સામેના દુર્વ્યવહારની ફરિયાદ કરી હતી.
સમગ્ર વાતચીત તેણે રેકોર્ડ પણ કરી હતી, અને જે પેન ડ્રાઇવમાં ભરીને પોલીસને સોંપી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આવા મામલામાં આરોપીની ફરિયાદની પણ તપાસ કરવી જોઈતી હતી. જો ફરિયાદકર્તા(મહિલા) અરજી કરનાર(આરોપી)ની વિરુદ્ધ ખોટો કેસ નોંધાવતી જોવા મળે છે, તો કાયદા મુજબ ઉચિત કાર્યવાહી કરવી જોઈએ. આ મામલામાં આરોપીને બોન્ડ સાથે જામીન આપવામાં આવ્યા છે.SS1MS