સેવા સહકારી મંડળીમાં સ્ટોર કીપર દ્વારા 17 લાખથી વધુની ઉચાપતની ફરિયાદ
(પ્રતિનિધિ) ભરૂચ, રાજપારડી ગામની રાજપારડી મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળીમાં સ્ટોર કીપર દ્વારા ખાતર વિભાગના ૧૭,૬૨,૮૧૨ રૂપિયા ની કિંમતના માલ સ્ટોકનીની રકમ મંડળીમાં જમા ન કરાવી ઉચાપત તથા ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે આવેલ રાજપારડી મોટાકદની ખેડૂતોની સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી રાસાયણિક ખાતર જેવી વસ્તુઓ લાવી વેચાણ કરવામાં આવે છે, સેવા સહકારી મંડળીમાં કુલ સાત ગામોનો સમાવેશ થાય છે જેમાં રાજપારડી માધુપુરા ભીમપુર સારસા સંજાલી પીપોદરા અને કાટીદરા,આ સેવા સહકારી મંડળીમાં ૨૦૧૨ થી કાર્તિક સુધીરભાઈ પટેલ રહે, રાજપારડી નાઓ સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા હતા
અને તેઓ તા.૩૧.૧૨.૨૧ થી સેવા સહકારી મંડળીમાં ફરજ પર આવતા નથી, સહકારી મંડળીમાં સ્ટોર કીપર નું કામ અલગ અલગ પ્રકારના ખાતરો લાવવાનું તેમજ આ ખાતરો સભાસદો તેમજ ખેડૂતોને વેચાણ કરવાનું તેમ જ ખાતર વેચાણના પૈસા રાજપારડી ખાતે આવેલ ભરૂચ ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંકમાં જમા કરાવવાના રહે છે અને બેંકમાંથી આપવામાં આવેલ રસીદ સેવા સહકારી મંડળીના મેનેજરને આપવાની રહે છે
જેથી સહકારી મંડળીના મેનેજર રસીદ સ્વીકાર્યા બદલ જમા રસીદ બનાવીને સ્ટોર કીપરને આપે છે,સ્ટોર કીપર નું કામ વેચાણ રજીસ્ટર તથા સ્ટોક રજીસ્ટર તેમજ રોજમેળ તથા સામાન્ય ખાતાવહીમાં તેઓના હસ્તાક્ષરની નોંધ કરવાની રહે છે,તા.૧૨.૧૨.૨૨ થી ૨૩.૧.૨૩ સુધી રાજપારડી મોટાકદની સહકારી મંડળીનું ઓડિટ કુલ ત્રણ વર્ષનોનુ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના ભરૂચનાઓએ નિમેલા પેનલ ઓડિટર દ્વારા કરવામાં આવ્યું હતું,
પરંતુ સહકારી મંડળીમાં ફરજ બજાવતા સ્ટોર કીપર કાર્તિક સુધીરભાઈ પટેલના હાજર રહેલા ન હતા.જેથી રાજપારડી સેવા સહકારી મંડળીના વર્તમાન મેનેજર તથા રાજપારડી સેવા સહકારી મંડળીના હાલના સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા વ્યક્તિઓને સાથે રાખી સહકારી મંડળીનું ઓડિટ કરવામાં આવેલ હતું, તા.૧૨.૧૨.૨૨ થી ૨૩.૧.૨૩ સુધી મંડળીમાં ઓડિટ જિલ્લા રજીસ્ટર સહકારી મંડળી ભરૂચનાએ નિમેલા પેનલ ઓડિટર એ કરેલ હતું
જેમાં સ્ટોક પત્રક મુજબનો સ્ટોક તથા હાજર સ્ટોક વચ્ચે આ સ્ટોર કીપર કાર્તિક પટેલ નાઓએ પોતાના સ્ટોર કીપરની ફરજ દરમ્યાન ખાતર વિભાગ માંથી ૧૭,૬૨,૮૧૩ રૂપિયા નો તફાવત રહેવા પામેલ હોય એટલે કે એટલા રૂપિયા મની ઉચાપત કરેલ હોય તેવુ સહકારી મંડળીમાંથી સ્પષ્ટ જણાઈ આવેલ હતુ અને તેઓએ ખાતર માલ સ્ટોક રજીસ્ટરમાં વેચાણ કરેલ સ્ટોક કરતા વધુ સ્ટોકની કપાત કરેલ હતી
તથા વેચાણ રજીસ્ટરમાં વેચાણ કરેલ માલની કિંમત કરતા ઓછી રકમમાં રોજમેળમાં જમા કરેલ હતી,આ ઉપરાંત માલ ખરીદીના માલ સ્ટોકની ખરીદી કરતી વખતે તે માલ સ્ટોક પત્રકમાં આવક તરીકે દર્શાવવો જોઈતો હતો પરંતુ અમુક ખરીદેલ સ્ટોકની સ્ટોક પત્રકમાં આવક તરીકે નોંધ થયેલ ન હતી, જેથી તેઓએ ઉચાપત કરેલ હોય તેથી સ્ટોર કીપર કાર્તિક સુધીરભાઈ પટેલના અવારનવાર ફોન દ્વારા તેમજ ઓડિટર દ્વારા તેમજ ટપાલ દ્વારા તેમજ મૌખિક જાણ કરવા છતાં આવેલ ન હોય
જેથી તેની પેનલ ઓડિટર નાઓના ખાસ અહેવાલ રિપોર્ટના આધારે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચ ની કચેરી ના પત્રના આધારે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ રાજપારડી વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળી લિમિટેડને કરવામાં આવતા રાજપારડી મોટાકદની સેવા સહકારી મંડળી લી ના વર્તમાન ચેરમેન કુંતેશકુમાર રમેશચંદ્ર પટેલ દ્વારા રાજપારડી પોલીસ મથકમાં કાર્તિક સુધીરભાઈ પટેલ રહે. રાજપારડી તા ઝઘડિયા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.