દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરી વિરુદ્ધ પ.૧૩ લાખની ઉચાપતની ફરિયાદ

પ્રતિકાત્મક
જાદર પોલીસ મથકમાં હંગામી ઉચાપતની ફરિયાદ નોંધાઈ
વડાલી, ઈડર તાલુકાના કેશરપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરીએ રૂ.પ.૧૩ લાખની હંગામીઉચાપત કરતા ઓડિટ દરમિયાન ભાંડો ફૂટતાં જિલ્લા રજિસ્ટ્રારના હુકમના આધારે દૂધ મંડળીના ચેરમેને જાદર પોલીસ મથકમાં પૂર્વ સેક્રેટરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. Complaint of embezzlement of Rs. 13 lakhs against the former secretary of the milk society
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળી માહિતી અનુસાર, ઈડર તાલુકાના કેશરપુરા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પૂર્વ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા દાંતરોલિયા યાકુબભાઈની ર૦૧૬માં નિમણુક કરવામાં આવી હતી ત્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તા.૧.૪.ર૦ર૦ થી તા.૩૧.૩.ર૦ર૩ સુધીના
ઓડિટ દરમિયાન પૂર્વ સેક્રેટરીએ તા.૮.૧૧.ર૦ર૧ના રોજ જમા બોલતી મંડળીની કુલ સિલક પૈકી રૂ.૪,૮ર,૬રપ.૯૦ પૈસાની સિલક પોતાના ખાતે કોઈપણ પ્રકારના વાઉચર કે ઠરાવ સિવાય ઉધારી તેટલી સિલક મંડળીના રોજમેળે ઓછી કરી હતી. તેમજ મંડળીના તા.ર.૧ર.ર૧ના રોજ રોજમેળમાં
જમા બોલતી કુલ સિલક પૈકી રૂ.૩,ર૯,૯૦૦ની સિલક પોતાના ખાતે કોઈપણ પ્રકારના વાઉચર કે આધાર વગર કે ઠરાવ સિવાય ઉધારી તેટલી સિલક મંડળીના રોજમેળે ઓછી કરેલ છે અને આમ તેઓએ કુલ સિલક રૂ.પ,૧૩,પરપ.૯૦ પૈસાની પોતાના ખાતે ઉધારી ઓછી કરેલ
અને આ સિલક પૈકી તેઓએ ર૭.૧ર.ર૧ના રોજ રૂ.રપ,૦૦૦ સીધા બેન્કમાં તેમજ તા.૩૧.૧ર.ર૧ના રોજ રૂ.૮૯૦૬ રોકડા તેમજ તા.પ.૧.રરના રોજ રૂ.૩પ,૦૦૦ સીધા બેન્ક ખાતામાં તેમજ તા.૧૦.૧.રરના રોજ રૂ.૩,૩૦,૦૦૦ સીધા બેન્ક ખાતામાં તેમજ તા.૧૪.૧.રરના રોજ રૂ.ર૦,૦૦૦ સીધા બેન્ક ખાતામાં તેમજ તા.ર૩.ર.રરના રોજ રૂ.ર,પ૦,૦૦૦ સીધા બેન્ક ખાતામાં તેમજ રોજમેળે જમા કરી કુલ રૂ.પ,૧૩,પરપ.૯૦ પૈસા પરત ભરપાઈ કરી દીધી હતી.
જે ઓડિટ દરમિયાન હંગામી નાણાંકીય ગેરરીતિ ધ્યાને આવતાં તા.૧.૯.ર૧ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર હિંમતનગરને ખાસ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પત્ર પાઠવવામાં આવ્યો હતો. જે અનુસંધાને દૂધ ઉત્પાદક સહકારી મંડીના ચેરમેને પૂર્વ સેક્રેટરી દાંતરોલિયા યાકુબભાઈ વિરૂદ્વ જાદર પોલીસ મથકે હંગામી ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.