Western Times News

Gujarati News

બેન્કે NRI ખાતેદારના એકાઉન્ટમાંથી 24 લાખ રૂપિયા કાપી લીધા

નવસારીના એક NRI ખાતેદારના BOBની ભુલા ફળિયા બ્રાન્ચના ખાતામાંથી 2.42 કરોડની ફિક્સ પાકતાં બેંકે 24.31 લાખ કાપ્યા હતા

(એજન્સી)સુરત, ભારતમાં બેન્કો ઘણી વખત ગ્રાહકની સાથે છેતરપિંડીભર્યું વલણ અપનાવતી હોય છે જેના કારણે ગ્રાહકને મોટું નુકસાન જાય છે. આવા કિસ્સામાં ગ્રાહકે ન્યાય મેળવવા માટે અદાલતની શરણે જવું પડે છે. સુરતના નવસારીમાં પણ આવી જ એક ઘટના બની છે.

નવસારીના એક NRI ખાતેદારના એકાઉન્ટમાંથી બેન્ક ઓફ બરોડાએ લગભગ ૨૪ લાખ રૂપિયા કપાત કરી લીધા બાદ ગ્રાહક સુરક્ષા પંચે NRI ગ્રાહકને ૨૪ લાખ રૂપિયા પરત કરવા અને તેના પર ૯ ટકા લેખે વ્યાજ પણ ચુકવવા બેન્કને આદેશ આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે દિલીપ કુમાર પટેલ નામના એનઆરઆઈ ઝામ્બિયામાં વસે છે.

તેમણે બેન્ક ઓફ બરોડામાં ૨.૪૨ કરોડની ફિક્સ ડિપોઝિટ રાખી હતી. આ એફડીની મુદત પાકી ગઈ ત્યારે બેન્ક ઓફ બરોડાએ ૨૪.૩૧ લાખ રૂપિયા ગેરકાયદે રીતે કાપી લીધા હતા તેવી ફરિયાદ છે. ગ્રાહક સુરક્ષા કમિશને દિલીપકુમાર પટેલને ૨૪.૩૧ લાખની રકમ ચુકવવા આદેશ આપ્યો છે

એટલું જ નહીં, પટેલને જે માનસિક ત્રાસ મળ્યો છે તે બદલ ૨૫,૦૦૦ રુપિયા ચુકવવા અને કાનૂની ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયા ચુકવવા ગ્રાહક સુરક્ષા પંચે આદેશ આપ્યો છે. દિલીપ કુમાર પટેલે નવસારીની ભુલા ફળિયા બ્રાન્ચમાં ૩૦ મે ૨૦૧૨ના રોજ ફિક્સ ડિપોઝિટમાં ૬૦ મહિના માટે ૧.૧૪ કરોડ રૂપિયા મુક્યા હતા.

આ એફડી ૩૦ મે ૨૦૧૭ના રોજ પાકી ગઈ હતી જેને ફરીથી ૬૦ મહિના માટે એફડીમાં મુકવામાં આવી હતી જેનો વ્યાજદર ૬.૭૫ ટકા હતો. આ રકમ ૩૦ મે ૨૦૨૨ના રોજ મેચ્યોર થઈ હતી અને તેની રકમ વધીને ૨.૪૨ કરોડ થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.