Western Times News

Gujarati News

મુખ્યમંત્રીને હવે વોટ્‌સએપ પર ફરિયાદ કરી શકાશે

ગાંધીનગર, ગુજરાતમાં ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવીને ભાજપની સરકાર કામે લાગી ગઈ છે. ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જાેડવા માટે એક વોટ્‌સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

આ નંબર પર રાજ્યનો કોઈપણ નાગરીક ફરિયાદ કરી શકશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત શાસનની ધૂરા સંભાળ્યા બાદ તેઓ કંઈક નવું કરવાના પ્રયત્નો કરતાં રહ્યાં છે. તેમણે ગુજરાતના નાગરીકોને કોઈ જ તકલીફ ના રહે તે માટે એક ર્નિણય લીધો છે.

જેમાં રાજ્યનો દરેક નાગરીક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જાેડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જાહેર કરવામાં આવેલા એક વોટ્‌સએપ નંબર પર લોકો પોતાની ફરિયાદ કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયને હવે સોશિયલ મીડિયા સાથે જાેડવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે.

આ માટે ૭૦૩૦૯૩૦૩૪૪ વોટ્‌સએપ નંબરથી લોકો મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંપર્ક સાધી શકશે. આ નંબર મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રીના કાર્યાલયના વોટ્‌સએપ નંબર પરથી એક ઓટો જનરેટેડ મેસેજ મળશે.

મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જાેડી શકાય તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જાેડાવવા આ ૭૦૩૦૯૩૦૩૪૪ વોટ્‌સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્‌સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્‌સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.