Western Times News

Gujarati News

નેશનલ હાઇવેમાં માટી ચોરીના કૌભાંડના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લામાં થી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેમાં મોટા પ્રમાણમાં માટી ચોરીના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે

જે મામલે પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા એક તપાસ ટીમ બનાવી તપાસ કરાવવાની માંગ સાથે શહેરા તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતાને સાથે રાખી કોંગ્રેસી કાર્યકરો દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તપાસ ની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે સરકાર ની એક સારી યોજના છે.પરંતુ માટી પુરણ કરનાર અને લેવનીંગ કરનાર કંપનીના કોન્ટ્રાકટરો ધ્વારા ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગત અને ખાણ અને ખનીજ વિભાગના કર્મચારીઓના છુટાદોરના કારણે ગોધરા તાલુકાના ધણા તળાવો અને

ધણી સરકારી જમીનમાંથી નિયમ વિરૂધ્ધ લંબાઈ પહોળાઈ કે ઊંડાઈનો માપ-તાલ જાળવ્યા વગર નિયમ કરતા વધુ પ્રમાણમાં ડમ્પર ધ્વારા જે.સી.બી ની મદદથી ખોદકામ કરીને ભરી લઈ જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.નિયમ મુજબ ગ્રામ પંચાયતમાં એક ટ્રેક્ટરે કેટલી રોયલ્ટી જમા થાય છે.

તેમજ ગોધરા ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્યાં તળાવ કે સરકારી જમીનમાં મંજૂરી આપવામાં આવી અને કેટલી રોયલ્ટી ની આવક થઈ તેનું સ્થળ નિરીક્ષણ ચકાસણી કરવામાં આવે તો આ કોન્ટ્રાકટરોએ કરેલ માટી નું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને જીલ્લા કલેકટર સમક્ષ તપાસ ટીમની રચના કરી તપાસ કરાવવાની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.