Western Times News

Gujarati News

વર્લ્ડકપમાં પ્રેક્ષકો મેચ જોવા નહીં આવતા હોવાની ફરિયાદ

નવી દિલ્હી, ભારતમાં હાલ આઇસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ ચાલી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ફેન્સમાં આ વર્લ્ડ કપને લઇને અનેરો ઉત્સાહ છે. પરંતુ હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે ભારતની મેચ ન હોય ત્યારે સ્ટેડીયમ્સની સીટો ખાલી રહે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ, તેમજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રીલંકાની મેચમાં મોટાભાગની સીટો ખાલી રહેવાથી એવી દલીલો થઈ હતી કે, આવું ફક્ત એટલા માટે થઇ રહ્યું છે કારણ કે આ બંને મેચ ભારતની ન હતી.

ભારત પાકિસ્તાનની મેચમાં તો દર્શકો હોય એ સ્વાભાવિક જ છે પણ આ મેચમાં પાકિસ્તાનનાં ક્રિકેટ ફેન્સ એકદમ ઓછા અથવા નહિવત હોવાની ફરિયાદ ઉઠી હતી. ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાઇ હતી.

જે આયોજકો માટે એક કસોટી સમાન પણ હતી. શરૂઆતમાં બપોરે ૧ઃ૩૦ વાગ્યાની આસપાસ ચેપોકમાં થોડી જ ભીડ હતી. પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લીધો હોવાથી વચ્ચેના અને ઉપરના સ્ટેન્ડ્‌સ ખાલી રહ્યા હતા. ભારત જ્યારે બેટિંગ કરવા અને ૨૦૦ રનના સ્કોરનો પીછો કરવા મેદાને ઉતર્યું, ત્યારે વધુ ને વધુ લોકો આવવા લાગ્યા.

ભારતીય સમય અનુસાર, બપોરે ૩ઃ૩૦ વાગ્યા સુધીમાં સ્ટેન્ડ્‌સ ભરાઈ ગયા હતા. ગરમી અને ભેજવાળું વાતાવરણ હોવા છતાં લોકોની સત્તાવાર હાજરી અંદાજે ૩૩,૦૦૦ જેટલી રહી હતી. સ્ટેડિયમની ક્ષમતા સ્થળ પર કરવામાં આવી રહેલા ઈન્સ્ટોલેશન્સ અને કામને આધારે બદલાય છે, આ ક્ષમતા આ વખતે ૩૮,૦૦૦-૪૦,૦૦૦ની વચ્ચે હતી. જેના કારણે ૫,૦૦૦થી વધુ બેઠકો ખાલી રહી ગઈ હતી.

વિચિત્ર વાત એ છે કે, ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર બુકમાય શોએ આ મેચને સોલ્ડ આઉટ હોવાનું જાહેર કર્યું હતું. ત્યારે રવિવારે સવારે બુકમાય શોએ ફરી ટિકિટનું વેચાણ શરૂ કર્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર છેલ્લી ઘડીએ ઘણો ધસારો જાેવા મળ્યો હતો. આટલી મોટી સંખ્યામાં સીટો ખાલી રહેતા સ્પોન્સર્સ અને રાજ્ય અને નેશનલ એસોશિએશન જેવી સંબંધિત પાર્ટીઓ દ્વારા ટિકિટોને ફરીથી વેચાણ પર મૂકવું એ એક સામાન્ય વાત છે. જાેકે, એ વાત થોડી અસામાન્ય છે કે, મેચના દિવસે જ આ ટીકિટોને વેચવા માટે મૂકવામાં આવે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.