Western Times News

Gujarati News

મશરૂમથી ફેફસાંના કેન્સર સામે નવી આશાઃ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીના સંશોધનમાં સિદ્ધિ

AI Image

1️⃣ ગુજરાત યુનિવર્સિટીની બોટની વિભાગની વિદ્યાર્થિનીનું સંશોધન
2️⃣ “વિદ્યાર્થીની હીરલ ચૌધરીનો અભ્યાસ: મશરૂમમાંથી કેન્સર નિર્વારણ માટે મહત્વનું સંશોધન”
3️⃣ “ફેફસાંના કેન્સર સામે મશરૂમ અકસીર: ગુજરાત યુનિવર્સિટીના સંશોધકની સફળતા”

(એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિવસીટીમાં બોટની ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિધાર્થીની હીરલ ચૌધરીએ પ્રો.નૈનેષ મોદીના માર્ગદર્શન હેઠળ મશરૂમ પર પાંચ વર્ષ રીસર્ચ કરી ફેફસાંના કેન્સરના કોષોને ડામવા માટેના કમ્પાઉન્ડ શોધ્યા છે.

આ અંગે હીરલબેન ચૌધરીએ કહયું કે, મે મારા પી.એચ.ડી. સંશોધન અંતર્ગત મશરૂમનો ઉપયોગ કરીને ફેફસા કેન્સરની અસર ઘટાડી શકાય છે. તેમજ કેન્સરને નાબુદ પણ કરી શકે છે. તેના પર કાર્ય કર્યું છે.

ચોમાસામાં ગુજરાત યુનિવસીટી લો ગાર્ડન, પોળો ફોરેસ્ટ, ગાંધીનગરના કુડાસણ ચરોરોડ અને ગીયોડ, વિસ્તારમાંથી બટન મશરૂમ આઈસ્ટર મશરૂમ મિલકી મશરૂમ, ઓઈસ્ટર મશરૂમ અર્થસ્ટાર મશરૂમ નામના એડીબલ ત્રિકોલોમાં ઓઈસ્ટર એમીલોસ્પોરસ કેમ્પલેબી નોનએડીબલ અને કોરોફીલ્મ મોલીબ્ડાઈટસ નામ ધરાવતી મશરૂમની ઝેરી પ્રજાતિ સાથે કુલ સાત પ્રકારના મશરૂમ પર રીસર્ચકર્યુું છે.

મશરૂમની પ્રજાતીઓને એકત્ર કરી તેને સુકવીને તેનો પાઉડર બનાવી તેના એબસ્ટ્રેકટ તૈયાર કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ એબસ્ટ્રેકટની ચકાસણી કરી માયકોકેમિકલ્સની હાજરી તપાસી તેમાં રહેલા કેન્સરના એન્ટિડાટ તરીકે ઉપયોગમાં આવી શકે તેવા આલ્કલોઈડસ, ફલેવેનોઈડસ ફીનોલ્સ, ટ્રેનીન અને કાર્ડીયાર્ક ગ્લાયકોસાડસને જથ્થાવાર હાજરી નોધી હતી. તેમના એન્ટીઓકિસડન્ટ અને એન્ટીકેન્સર ગુણર્ધમોને ચેક કરવામાં આવ્યા હતા.

આ બધા મશરૂમમાંથી કોરોફીલમ મોલીબ્ડાઈટસ એન ઓઈસ્ટર બંને પ્રકારના મશરૂમ વધારે કારગર છે. બે ભાગમાં વિભાજીત કરી તેની વૃદ્ધિ અટકાવી છે. તેમજ કોષને ડામે છે. મશરૂમમાંથી મળતા આ તત્વોનો ઉપયોગ ભવીષ્યમાં ફેફસાંના કેન્સરનો અકસીર ઈલાજ સાબીત થઈ શકે છે.

સાત પ્રકારના મશરૂમમાંથીચાર પ્રકારના મશરૂમનો ઉપયોગ આપણે સીધો જ ખોરાક તરીકે કરી શકીએ છીએ. સામાન્ય રરીતે બટન મશરૂમ પ્રચલીત છે. જેનો મોટાભાગના લોકો રોજીંદા જીવનમાં કરે છે. તેવી જ રીરતે અન્ય એડીબલ મશરૂમનો ઉપયોગ વધારવો જોઈએ. આ ઉપરાંત નોનએઅડીબલ મશરૂમમાંથી એન્ટીકેન્સર તત્વોનો ઉપયોગ કરી મેડીસીન બનાવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.