Western Times News

Gujarati News

વાવાઝોડાને કારણે ચોમાસાની સીસ્ટમને અસર પડી હોવાની ખેડૂતોમાં ચિંતા

અમદાવાદમાં હજુ આગામી એક અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે-બફારો વધ્યો

(એજન્સી) અમદાવાદ, શહેરમાં બિપરજાેય વાવાઝોડાની અસઅરથી ખાસ એવો ભારે વરસાદ પડયો નથી. જે રીતે શહેરીજનોમાં આ વાવાઝોડાથી ફફડાટ ફેલાયો હતો તેવું થવા ન પામતા એકંદરે લોકોએ રાહત મેળવી હતી. જાેકે હવે ચોમાસાનું મંડાણ થવું જાેઈએ તેના ભાગરૂપે કહો પણ શહેરમાં આગામી એક અઠવાડીયું વાદળછાયું વાતાવરણ રહેશે.

સ્થાનીક હવામાન વિભાગની આગાહી મુજબ આજે શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઠંડા પવનથી ચોમાસા જેવો જ માહોલ ઉભો થયો છે. જાેકે વરસાદને લગતી કોઈ આગાહી હવામાન વિભાગે કરી નથી. આવતી કાલે અને તા.ર૪,રપ,ર૭,ર૮ જુન સુધી એટલે કે આવતા એક અઠવાડીયા સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું હોઈ ગરમીની તીવ્રતામાં ખાસ્સો એવો ઘટાડો થઈને મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીથી નીચે રહેશે.

આજે શહેરમાં ર૮.ર ડીગ્રી સેલ્સીય લઘુત્તમ તાપમાન નોધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતાં એક ડીગ્રી વધુ હતું જયારે ગઈકાલે ૩૭ ડીગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતાં એક ડીગ્રી ઓછું હતું. અમદાવાદમાં આજે સવારે ૭૧ ટકા જેટલો ઉંચો ભેજ નોધાયો હતો. શહેરમાં બફારાથી ત્રાસી ઉઠયા છે. જાેકે આવતા અઠવાડીયામાં હળવો વરસાદ પણ શહેરમાં પડશે તેવવી કોઈ આગાહી હવામાન વિભાગે કરી નથી.

ગુજરાતમાં સામાન્ય રીતે ૧પ જુનની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે બિપરજાેય વાવાઝોડાના કારણે ચોમાસાની સીસ્ટમ પર અસર થઈ હોવાની ચર્ચા ઉઠી છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જાેકે કેટલાક હવામાન નિષ્ણાતોને ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે છે તેવી આગાહી કરી છે. આ આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં મેઘરાજા રીતસરના ગુજરાત પર તુટી પડશે.

બીજી તરફ હવામાન વિભાગે તા.રપથી૩૦ જુનની આસપાસ ગુજરાતમાં વિધીવત ચોમાસાની શરૂઆત થઈ જશે તેવી આગાહી કરી છે. આજે રાજયના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અને નર્મદા, ડાંગ જીલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

તાપી, ડાંગ, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને દાદરાનગર, હવેલી, તા.ર૪મીએ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને દમણ, તા.રપમીએ વલસાડ, સુરત ડાંગ, તાપી નવસારી પોરબંદર, જુનાગઢ, ગીર ગઢડા, દીવ અને દમણ પણ હળવો વરસાદ પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.