કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ્સનો IPO ગુરુવાર, 19 ડિસેમ્બર-2024ના રોજ ખૂલશે
- પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 665થી રૂ. 701નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
- બિડ/ઓફર સમયગાળો ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024થી ખૂલશે અને સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે
- બિડ્સ લઘુતમ 21 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 21 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- આરએચપી લિંકઃ https://www.concordenviro.in/investors.php
- રિસ્ક ફેક્ટર સહિત તમામ વિગતો માટે કૃપા કરીને 16 ડિસેમ્બર, 2024ના ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અખબારના પેજ 12-13 પર પ્રસિદ્ધ થયેલી કાનૂની જાહેરખબરનો અભ્યાસ કરો
અમદાવાદ, 17 ડિસેમ્બર, 2024 – કોન્કોર્ડ એન્વાયરો સિસ્ટમ્સ લિમિટેડ (“CESL” or “The Company”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ખોલશે. CONCORD ENVIRO SYSTEMS LIMITED IPO TO OPEN ON THURSDAY DECEMBER 19, 2024
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર સમયગાળો સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે (“Bid Details”).
ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક શેર દીઠ રૂ. 665થી રૂ. 701ના ભાવે ફિક્સ કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 21 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 21 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Lot”).
કંપની કુલ આવકમાંથી આ મુજબ ફંડિંગ માટે તેનો ઉપયોગ કરવા વિચારણા કરી રહી છે (1) વોટર, વેસ્ટ વોટર અને તેને સંબંધિત મેમ્બ્રેન મોડ્યુલ્સના ટ્રીટમેન્ટ માટે સિસ્ટમ્સ અને પ્લાન્ટ્સ એસેમ્બલ કરવા માટે એસેમ્બલી યુનિટ ઊભું કરવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટેની તેની મૂડી ખર્ચ જરૂરિયાતોને ધિરાણ પૂરું પાડવા તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોન્કોર્ડ એન્વાયરો એફઝેડઇ (“CEF”)માં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 250 મિલિયન (રૂ. 25 કરોડ) છે
(2) ઉત્પાદન, સ્ટોરેજ અને તેને સંબંધિત પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ માટે તેની મૂડી ખર્ચ જરૂરિયાતોને ધિરાણ આપવા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રોશેમ સેપરેશન સિસ્ટમ્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (“RSSPL”) માં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 105.05 મિલિયન (રૂ. 10.50 કરોડ) છે (3) પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટે કંપનીની મૂડી ખર્ચ જરૂરિયાતોને ભંડોળ માટે જેનું મૂલ્ય અંદાજે રૂ. 32.07 મિલિયન (રૂ. 3.21 કરોડ) છે (4) સીઈએફ દ્વારા લેવાયેલા કેટલાક ચોક્કસ ઋણની સંપૂર્ણ કે આંશિક રીતે પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સીઈએફમાં રોકાણ જેનું મૂલ્ય રૂ. 500 મિલિયન (રૂ. 50 કરોડ) જેટલું છે
(5) સીઈએફની કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે સીઈએફમાં રોકાણ જેનું મૂલ્ય રૂ. 200 મિલિયન (રૂ. 20 કરોડ) જેટલું છે (6) કંપનીના પે પર યુઝ/પે એઝ યુ ટ્રીટ બિઝનેસને વધારવા માટે તેના સંયુક્ત સાહસ રોઝર્વ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે જેનું મૂલ્ય અંદાજે રૂ. 100 મિલિયન (રૂ. 10 કરોડ) છે (7) નવા માર્કેટ્સમાં એક્સેસ માટે ટેક્નોલોજી અને અન્ય વિકાસ પહેલમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 235 મિલિયન (રૂ. 23.50 કરોડ) જેટલું છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“The Objects of Offer”).
ઓફરમાં રૂ. 1,750 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને એએફ હોલ્ડિંગ્સ દ્વારા 41,86,368 સુધીના ઇક્વિટી શેર્સ (“Investor Selling Shareholder”), પ્રેયસ ગોયલ દ્વારા 1,50,600 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેરક ગોયલ દ્વારા 1,50,500 સુધીના ઇક્વિટી શેર્સ (પ્રેયસ ગોયલ સાથે મળીને, the “Promoter Selling Shareholders”), પુષ્પા ગોયલ દ્વારા 92,420 સુધીના શેર્સ, નિધિ ગોયલ દ્વારા 31,500 સુધીના શેર્સ અને નમ્રતા ગોયલ દ્વારા 29,500 સુધીના ઇક્વિટી શેર્સ (પુષ્પા ગોયલ અને નિધિ ગોયલની સાથે મળીને the “Promoter Group Selling Shareholder” અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર સાથે મળીને “Selling Shareholders”) ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
આ ઇક્વિટી શેર્સ મુંબઈમાં મહારાષ્ટ્રની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ફાઇલ કરેલા 14 ડિસેમ્બર, 2024ના રોજના કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ફાઇલ કરવામાં આવી રહ્યા છે. (“ROC”)
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ફાઇલ કરવામાં આવતા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE” together with BSE, the “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ એ નિયુક્ત શેરબજાર રહેશે (“Listing Details”). મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને ઇક્વિરાસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLMs”).
અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ ઉલ્લેખ ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં ઉલ્લેખ કર્યા મુજબનો અર્થ થશે.
આ ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ) રેગ્યુલેશન, 2018 (“SEBI ICDR Regulations”)ના નિયમન 31 સાથે વાંચતા અને સુધાર્યા મુજબ તથા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહેલી આ ઓફરમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,
એ શરતે કે અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે,
જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) માં ઉમેરવામાં આવશે (the “Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રખાશે જે ઓફર કિંમતે અથવા તેનાથી વધુની કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત, નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને (“Non-Institutional Portion”) સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની બિડ સાઇઝ વચ્ચેના બિડર્સ માટે ઉપલબ્ધ રહેશે
અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે અને નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બે સબ કેટેગરીઝ પૈકીની ગમે તે એકમાં અંડર સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ કેટેગરીઝમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે.
નેટ ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને (“RIIs”) (“Retail Category”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો
અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 501 પર “Offer Procedure” વાંચો.
Disclaimer: CONCORD ENVIRO SYSTEMS LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the RHP dated December 14, 2024 with RoC. The RHP shall be available on the website of SEBI at www.sebi.gov.in, website of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.concordenviro.in and the website of the BRLMs i.e. Motilal Oswal Investment Advisors Limited and Equirus Capital Private Limited at www.motilaloswalgroup.com and www.equirus.com. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled “Risk Factors” on page 31 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision.