તિરંગા યાત્રા યોજી અને સીડ્સ બોલનું પ્લાન્ટેશન કરી ટેકરીનું નામ કરણ કર્યું
બનાસકાંઠા પોલીસ પરિવારે અમીરગઢના ભાયલા ખાતે
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) અમીરગઢ ના ભાયલા ગામે આવેલી જંગલ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા અને સીડ્સ બોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરિવાર અને જીલ્લા ખાતે તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા,
જેમાં રક્ષાબંધન નિમિત્તે લોકો પર્યાવરણ,દેશ પ્રત્યે વધારે લાગણી, પ્રેમ તેમજ આપણા વડવાઓએ પર્યાવરણ બાબત શું કર્યું છે જેને લઇ આયોજન કરવામાં આવ્યું હતું, અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા વતી આ ટેકરી નું નામ કરણ “પોલીસ ટેકરી” પણ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાની ગિરિમાળામાં આજે પોલીસ પરિવાર દ્વારા ગામ નજીક આવેલી એક ટેકરી ખાતે તિરંગા યાત્રા અને સીડ્સ બોલનું પ્લાન્ટેશન કરવામાં આવેલ જેમા મોટી સંખ્યામાં પોલીસ પરિવાર ના જવાનો હાજર રહ્યા હતા, આ ટેકરી ખાતે ૫૦,૦૦૦ થી વધારે સીડ્સ બોલનું પ્લાન્ટેશન કર્યું છે,
બનાસકાંઠા પોલીસ પરિવાર અને બનાસ ડેરી સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ૫૧૫૦ સ્ક્વેર મીટરની રેન્જમાં સીડ બોલ પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે.
રક્ષાબંધનના નિમિત્તે દેશના પ્રધાનમંત્રીના ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અનુસાર પોલીસ પરિવાર અને બનાસ ડેરી દ્વારા આ અમીરગઢ ના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરેલ, આ કાર્યક્રમને લઈ જિલ્લાના છેવાડાના માનવી સુધી પર્યાવરણ જાગૃતિ નો મેસેજ પહોંચાડવાના પ્રયત્નો જીલ્લા પોલીસ વડા એ કર્યા હતા.
આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું કે આપણા અરવલ્લી ગિરીમાળા કે જેને ગ્રીન કરવા સંબધે બનાસ ડેરી ના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં આજે રક્ષાબંધન નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની ભાયલા ગામની ટેકરી દત્તક લેવામાં આવી છે,
પોલીસ દ્વારા લોકોમા દેશ પ્રત્યે વધારે માં વધારે પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય,જેને લઈ એક તિરંગા યાત્રા નું પણ આયોજન કરવા માં આવ્યું હતું, લોકો પર્યાવરણને પણ સમજે અને પોલીસનો આ મેસેજ જિલ્લાના દરેક માનવી સુધી પહોંચે જેના માટે થઈ આ ટેકરી ને ખુબ ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.