Western Times News

Gujarati News

કોંગ્રેસના ટ્‌વીટને કારણે કોંગ્રેસ-ભાજપ વચ્ચે નવો વિવાદ

નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂ સુધી નહીં પહોંચી શકેઃ કોંગ્રેસ

નવી દિલ્હી,  નવા સંસદ ભવનના ઉદઘાટનનો બહિષ્કાર કરનારા ૨૦ વિરોધી પક્ષમાંથી એક એવા કોંગ્રેસે હવે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે.

કોંગ્રેસ દ્વારા એક ફોટો ટ્‌વીટ કરવામાં આવ્યો છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાની પ્રતિમા છે અને એની બાજુમાં પંડિત જવાહરલાલ નેહરુની એક ઉંચી પ્રતિમા બતાવવામાં આવી છે. આ ફોટો શેર કરી કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી ક્યારેય નેહરુના કદ સુધી પહોંચી શકશે નહીં તેમ માર્મીક રીતે કહેવાયું છે. કોંગ્રેસના આ ટ્‌વીટને કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો વિવાદ ઊભો થયો છે

હાલમાં જ થયેલ નવા સંસદ ભવનના ઉદઘાટનનો ૨૦ જેટલા વિરોધી પક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ અંગે વિપક્ષઓએ ભાજપ પર સતત શાબ્દિક પ્રહાર કર્યા છે. ત્યારે હવે નેહરુ –મોદી મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવું ટ્‌વીટર યુદ્ધ શરુ થયું છે. કોંગ્રેસ દ્વારા મોદી ક્યારેય નેહરુની ઉંચાઇ સુધી પહોંચી નહીં શકે તેવો એક સાંકેતીક ફોટો ટ્‌વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તથા કીતની ભી કોશીશ કરલોપ એવી કેપ્શન આપવામાં આવી છે.

કોંગ્રેસના આ ટ્‌વીટનો જવાબ આપતાં ભાજપ દ્વારા પણ એક ફોટો ટ્‌વીટ કરવામાં આવ્યો છે. ભાજપના આ ટ્‌વીટમાં જવાહરલાલ નેહરુનો કેમેરા સાથેનો ફોટો શેર કકવામાં આવ્યો છે. જેને નેહરુનું સત્ય એવી કેપ્શન આપવામાં આવી છે. આ ફોટોમાં જવાહરલાલ નેહરુ એક કેમેરા સામે ઊભા છે. જેમાં કેમેરાનો આખો ફોકસ નેહરુ પર છે. ઉપરાંત ફોટો પર રીલ અને રિયલ એવા શબ્દો પણ લખેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના ઉદઘાટન સમારંભનો બિહષ્કાર કરી અનેક વિરોધી પક્ષોએ આ લોકશાહીનો ઘોર અપમાન છે એમ કહ્યું હતું. નવા સંસદ ભવનના ઉદઘાટન સમારંભનો બહિષ્કાર કરનારા તમામ વિરોધી પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, નવું સંસદ ભવન જેમના માટે બનાવવામાં આવ્યું છે

તેમની કોઇ પણ સલાહ ન લેતા બાંધવામાં આવ્યું છે. લોકશાહીનો આત્મા સંસદમાંથી બહાર કાઢવાનો આ પ્રયાસ છે. અમે નવા કરતાં જૂનું સંસદ ભવન જ પ્રિય છે. અમે નવા સંસદ ભવનના ઉદઘાટનનો બહિષ્કાર કરવાનો અમારો સામૂહિક ર્નિણય છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસ દ્વારા હવે નહેરુ-મોદી અંગે નવો વિવાદ ઊભો કરતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્‌વીટર યુદ્ધ શરુ થઇ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.