Western Times News

Gujarati News

સોના, કોલ્ટન અને ટીનની ખાણો માટે જાણીતા આ શહેર પર નરસંહાર પાછળ શું છે સાચું કારણ?

કોંગોના સેના અને બળવાખોરો વચ્ચે ભીષણ અથડામણઃ ૭૭૩નાં મોત

(એજન્સી)નવીદિલ્હી, સેન્ટ્રલ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ગોમા શહેરમાં નરસંહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહમાં આ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા ૭૭૩ લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક વધવાની ભીતિ છે. આ મોત પાછળનું કારણ બળવાખોરો દ્વારા થયેલો હુમલો છે. Congo says 773 dead in week of fighting as military battles Rwanda-backed rebels

કોંગોની સેનાની પાડોશી દેશ રવાંડા સમર્થિત બળવાખોરો (સ્૨૩ જૂથ) સાથે થયેલી લડાઈમાં ૭૭૩ લોકોના મોત થયા છે. આ બળવાખોરોએ એક દાયકાના સંઘર્ષમાં શહેર પર કબજો જમાવ્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના આરોગ્ય મંત્રાલયે ૧ ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, એમ૨૩ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ૩૦ જાન્યુઆરી સુધી ૭૭૩ મૃતદેહ મળી આવ્યા હતા.

આ હુમલામાં ૨૬ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી વચ્ચે ૨,૮૮૦ લોકો ઘાયલ થયા હતાં. ગોમા એ ડીઆરસીના પૂર્વ ભાગમાં આવેલું સૌથી મોટું શહેર અને ઉત્તર કિવુ પ્રાંતની રાજધાની છે. આ શહેર સોના, કોલ્ટન અને ટીનની ખાણો માટે જાણીતું છે. આ અઠવાડિયે બળવાખોર જૂથ એમ૨૩એ તેના પર કબજો કરી લીધો હતો. સ્થાનિક રહેવાસી જીન માર્કસે જણાવ્યું હતું કે, એમ૨૩ એ પાણી અને વીજળી સહિતની મૂળભૂત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું વચન પણ આપ્યું હતું.

આવી સ્થિતિમાં, ૧ ફેબ્રુઆરીએ, ગોમાના સેંકડો રહેવાસીઓ શહેરમાં પાછા ફરતા જોવા મળ્યા હતા. તેઓએ કાટમાળ અને લોહીથી લથબથ વિસ્તારોને સાફ કર્યા હતાં. માનવતાવાદી સંસ્થાઓ ગોમા શહેરમાં (ભારે લડાઈ વચ્ચે) રાહત કાર્ય કરી રહી છે.

તેઓએ હોસ્પિટલોને મદદ કરી અને રાહત પૂરી પાડી છે. આ સંસ્થાઓને કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને તેમના કર્મચારીઓને પણ અસર થઈ હતી.બળવાખોર જૂથ સ્૨૩ના સશસ્ત્ર બળવાખોરો ઉત્તર કિવુ, ડીઆરસીમાં આતંક ફેલાવવાના નવા રસ્તાઓ શોધી કાઢ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.