Western Times News

Gujarati News

ગાંધી આશ્રમ ડેવલપ કરવા 55 પરિવારોને રાતોરાત બેઘર કરવામાં આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૧ર૦૦ કરોડના ખર્ચથી સાબરમતી આશ્રમ ડેવલપ કરવાનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ રૂા.૧રપ૦ કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કરશે. સદર ડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે તંત્ર દ્વારા કેટલાક લોકોને પાકા મકાન અથવા રોકડ આપવામાં આવ્યા છે

જયારે આશ્રમની નજીક આવેલા પપ જેટલા ઝુંપડાવાસીઓને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે જેને લઈ વિપક્ષ કોંગ્રેસે અસરગ્રસ્તોને તાકિદે વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી કરી છે.

મ્યુનિ. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ ડેવલપ કરવાના બહાના હેઠળ ત્યાં છેલ્લા ૪૦ વર્ષથી રહેતાં ગરીબ અને પછાતવર્ગના ૫૫ જેટલા પરિવારોના ઘર પર બુલડોઝર ફેરવી તેઓને રોડ પર મુકી દેવાયા છે.

ઘર ખાલી કરવા બાબતે એપ્રીલ-૨૩માં બે દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી ત્યારે અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી કરેલ તેનો તંત્ર દ્વારા મકાન આપીશું તેવી ખોટી હૈયાધારણ આપી રાતોરાત બુલડોઝર ફેરવી ઘર છીનવી લેવામાં આવ્યા છે તે વ્યાજબી નથી, કારણ કે તે જ્ગ્યા પર જ તેઓના પરિવાર સાથે રહેતા હોય છે.

હવે તે જગ્યા એકાએક છીનવી ૨૫૦ થી પણ વધુ લોકોનું જીવન નર્ક સમાન બનાવી દીધેલ છે ગાંધીના નામ પર ગરીબો પર અત્યાચાર તે સત્તાધારી ભાજપના વહીવટની પારાશીશી કહી શકાય ગાંધી આશ્રમ ડેવલપ કરવાના રૂા.૨૫૦ કરોડના પ્રોજેકટમાં મહાત્મા ગાંધીજી જેઓ ગરીબો તથા પીડીતો માટે આજીવન સતત ચિતિંત રહી

તેઓના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ રહેલ ત્યારે આ જગ્યામાં મોટા ભાગના ગરીબ અને પછાત વર્ગના ૫૫ જેટલા લોકો પોતાના પરિવાર સાથે રહે છે હવે નજીકના સમયમાં શિયાળો આવનાર હોવાથી ત્યારે હાડ ધ્રુજાવતી ઠંડીમાં લોકોને બેધર કરી દેવા તે યોગ્ય નથી છે.

મ્યુનિ. કોર્પોરેશન તેઓને રહેવાની યોગ્ય વ્યવસ્થા આપી શકતી ન હોય તો છીનવવાનો કોઈ જ અધિકાર નથી. આ બાબતે અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જાેઇએ જેને કારણે લોકો બેધર પણ ના બન્ને પોતાના પરિવારનું ભરણપોષણ પણ સારી રીતે કરી શકે

માનવીય મુલ્યો સાથે સાંકળીને જાેતાં ગાંધી આશ્રમ પાસે ૪૦ થી પણ વધુ વર્ષથી રહેતાં ગરીબ વર્ગના સામાન્ય લોકો સામે માનવીય અભિગમ દાખવીને ૫૫ જેટલા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા બાદ જ અમલ કરવો જાેઇએ લોકોને બેધર થતાં બચાવી લેવા તાકીદે યોગ્ય કરવા કોંગ્રેસ પક્ષની ખાસ માંગણી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને આશ્રમ પ્રોજેકટ સંભાળતા આઈ.કે. પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મુદ્દો હાલ હાઈકોર્ટમાં પેન્ડીગ ચાલી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.