Western Times News

Gujarati News

સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા સાવરકરનું પોસ્ટર ભારત જાેડો યાત્રામાં દેખાતાં રાહુલ નારાજ

ભારત જાેડો યાત્રામાં સાવરકરનું પોસ્ટર: રાહુલ ગાંધી નારાજ

(એજન્સી)નવીદિલ્હી, રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાના સ્વાગત માટે કેરળના કોચ્ચિમાં સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓનાં પોસ્ટરમાં વિનાયક દામોદર સાવરકરનું પોસ્ટર પણ લગાડી દેવાતાં કોંગ્રેસના નેતા દોડતા થઈ ગયા હતા. કોંગ્રેસીઓએ તાત્કાલિક સાવરકરના ફોટા પર ગાંધીજીનો ફોટો લગાવી દીધો હતો. સાવરકરના ફોટોની ડાબી બાજુ ગોવિંદ વલ્લભ પંત અને જમણી બાજુ ચંદ્રશેખર આઝાદનો ફોટો હતો.

કોંગ્રેસીઓએ સાવરકરનો ફોટો તો ઢાંકી દીધો પણ રાહુલ ગાંધીને આ વાતની જાણ થઈ જતાં એ ભડકી ગયા હતા. રાહુલે કોણે સાવરકરનો ફોટો લગાવવાની સૂચના આપી તેની તપાસ કરીને રીપોર્ટ માંગ્યો છે.

રાહુલ ગાંધી સતત સાવરકર પર પ્રહારો કર્યા કરે છે ત્યારે તેમની જ યાત્રામાં સાવરકરનો ફોટો લાગી જતાં કોંગ્રેસની આબરૂનો ધજાગરો થઈ ગયો છે. ત્રણ વર્ષ પહેલાં દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર વિરૂદ્ધ ‘ભારત બચાવો’ રેલી કરી ત્યારે રાહુલે કહ્યું હતું કે, મને સાચી વાત બોલવા માટે માફી માંગવાનું કહેવાય છે પણ મારું નામ રાહુલ સાવરકર નથી. હું સત્ય માટે ક્યારેય માફી નહીં માંગુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.