‘ભાજપમાં જવું મારા માટે ઘર વાપસી જેવું’ ગોવાના ધારાસભ્ય માઈકલ લોબો

(એજન્સી)પણજી, ગોવાના સૌથી અમીર ધારાસભ્યોમાં શામેલ એક સફળ બિઝનેસમેન માઈકલ વિસેન્ટ લોબો માટે ભાજપમાં શામેલ થવું ‘ઘર વાપસી’ની જેમ છે. આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણીથી બરાબર પહેલા ભારતીય જનતા પાર્ટી થી કોંગ્રેસમાં શામેલ થયા પછી કલંગટના ધારાસભ્ય આ વખતે પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત ૭ અન્ય ધારાસભ્યોની સાથે ભાજપમાં શામેલ થઇ ગયા.
૨૦૦૦ ના દશકની શરૂઆતમાં યુવા કોંગ્રેસ કાર્યકર્તાના રૂપમાં પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરનાર લોબોને રાજનૈતિક ઓળખ ભાજપ નેતા અને ધારાસભ્ય દિલીપ પારૂલેકરે અપાવી. લોબો પોતાને ખૂબ જ ગર્વથી ‘મનોહર પરિકરે પસંદ કરેલો છોકરાઓ’ માંથી એક જણાવે છે.
તે એવા પ્રમુખ ચહેરામાં શામેલ છે, જેમણે જુલાઈમાં કોંગ્રેસથી ભાજપમાં દળ બદલની પ્લાનિંગ કરી હતી, જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી. ભાજપ સાથે જાેડાયેલા સૂત્રોએ એક મીડિયા ચેનલને જણાવ્યું કે, ગોવામાં સત્તાધારી પાર્ટી ભાજપ ની સાથે અનેક મહિનાઓથી તેમની વાતચીત ચાલી રહી હતી, બસ આના માટે યોગ્ય સમયની રાહ જાેઈ રહ્યા હતા.
ગોવાના બર્દેજ તાલુકાના ફેમસ નેતા લોબો ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિધાનસભા ચૂંટણીથી બરાબર પહેલા તે ભાજપની સાથે પોતાના ૧૫ વર્ષ જુના સંબંધ તોડીને પોતાની પત્નીની સાથે કોંગ્રેસમાં શામેલ થઇ ગયા હતા. ત્યારે માનવામાં આવ્યું હતું કે, તેમની પત્નીને ભાજપ દ્વારા સિઓલિમથી ટિકિટ મળી ન હતી, જેના કારણે તેમને આ પગલું ભર્યું.
જાે કે, જ્યારે ગોવા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન દરમિયાન એક રિપોર્ટર લોબોને મળ્યો હતો, તો તેમણે વાત કરવાની ના પાડી હતી. તેમને પોતાની પત્નીનો બચાવ કરતા કહ્યું હતું કે, તે ૫ વર્ષ સુધી પારા પંચાયતની સરપંચ રહી છે અને લોકો માટે સખત મહેનત કરી છે.
ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘એવા લોકો હતા, જે કહેતા હતા કે, મારી પત્નીને ટિકિટ ન મળવાના કારણે હું ભાજપ છોડી. અમે બંનેએ ભાજપ આ કારણે છોડી. કેમ કે, મનોહર પરિકરે જે ભાજપ બનાવી હતી અને જે ભવિષ્યની તેમને કલ્પના કરી હતી, તે ભાજપ હવે નથી રહી.’
ત્યાર બાદ આ વર્ષે જુલાઈમાં ગોવાના રાજકારણને ઝટકો લાગ્યો હતો, જ્યારે કોંગ્રેસના એક જૂથ દ્વારા પક્ષપલટાના સમાચારો સામે આવવા લાગ્યા હતા. જેમાં લોબો અને કામતનું નામ યાદીમાં સૌથી ઉપર હતું. ત્યારે લોબોએ આવી કોઈ પણ વાતને ફગાવી હતી.
તેમજ, પક્ષપલટાની અટકળોના ગોવા કોંગ્રેસ પ્રભારી દિનેશ ગુંડુ દ્વારા એકતા બતાવવા માટે બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં લોબો શામેલ થયા ન હતા, જેથી કોંગ્રેસને આ પણ જાણ થઇ કે, લોબોની સાથે તેમનો સાથ સમાપ્ત થઇ ચૂક્યો છે. તે બેઠકમાં લોબો અને કામતની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ રહી હતી અને ત્યારે રાવે એક મીડિયા ચેનલ સાથે કહ્યું હતું કે, ‘કોંગ્રેસને ખતમ કરવાની’ સાજિશનું નેતૃત્વ લોબોએ કર્યું, જે તે સમયે વિપક્ષના નેતા હતા.
લોબો ગોવામાં કોંગ્રેસના ૩૬ ઉમેદવારોમાંથી એક હતા. જેમણે ગોવાના મહાલક્ષ્?મી મંદિરમાં ભગવાન સમક્ષ ઊભા રહીને કોંગ્રેસને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગોવા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘તેઓ દેવી મહાલક્ષ્?મીના ચરણોમાં ઉભા રહ્યા અને શપથ લીધા કે તેઓ નિષ્ઠાપૂર્વક સેવા કરશે અને વફાદાર રહેશે. તેમણે હવે દેવી અને મતદારોના ગુસ્સાનો સામનો કરવો પડશે. તેમાં કોઈ શંકા નથી.’
લોબોએ એવો દાવો કરીને ભાજપ છોડી હતી કે પાર્ટીમાં ‘સાચા કાર્યકર્તા’ માટે કોઈ સ્થાન નથી. ગોવાના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પર પ્રહાર કરતા તેમણે સુપર મુખ્યમંત્રીની છાયામાં કામ કરતા મુખ્યમંત્રી ગણાવ્યા હતા. તેઓ પરોક્ષ રીતે ભાજપના વરિષ્ઠ નેતા સતીશ ધોંડ પર પ્રહાર કરી રહ્યા હતા, જેઓ ગોવા ભાદપના સંગઠન સચિવ હતા.
લોબોએ દાવો કર્યો હતો કે, ગોવામાં ભાજપ હવે ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ નથી રહી અને પર્રિકરના મૃત્યુ પછી તેણે પોતાનો આત્મા ગુમાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સાવંતના નેતૃત્વ હેઠળની વર્તમાન ભાજપનું ‘વ્યાપારીકરણ’ કરવામાં આવ્યું છે અને પર્રિકર દ્વારા લાવવામાં આવેલા નેતાઓને બાજુ પર રાખવામાં આવ્યા છે.
લોબો અને તેમની પત્ની ડેલાઈલાહ દરિયાકાંઠાના રાજ્યના સૌથી અમીર ધારાસભ્ય દંપતી છે, તેમની સંપત્તિ ૯૦ કરોડ રૂપિયાથી વધુ છે. લોબો કલંગુટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગોવાની પાર્ટીની રાજધાની અને બીચ પર્યટનના કેન્દ્ર તરીકે ઓળખાય છે. તે ગોવામાં અનેક હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, મનોરંજન સ્થળો અને ક્લબના માલિક છે.