કોંગ્રેસે ચુંટણી માટે કમીટીઓની રચના કરી, ચેરમેન-સભ્યોની વરણી કરાઈ

કેમ્પેઈન મીડીયા, સ્ટ્રેટેજી કો-ઓડીનેશન, પ્રોટોકોલ સહીત છથી વધુ કમીટીમાં મોટાભાગના આગેવાનોનો સમાવેશ કર્યો
કોગ્રેસ જાહેર કરેલી નિમણુંકોમાં કેમ્પેઈનમાં કમીટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ કન્વીનર તરીકે ઈન્દ્રવીજયસિંહ ગોહીલ અને પુર્વ આદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહીત ૪૩ આગેવાનોનો સમાવેશ કર્યો છે.
(એજન્સી)અમદાવાદ, લોકસભાની આગામી ચુંટણીને અનુલક્ષીને કોગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં ચુંટણીને વ્યુરચના આયોજન પ્રચાર સહીતની કામગીરી માટે જુદી જુદી છ કમીટી અને તેના ચેરમેન–સભ્યોની વરણીને મંજુરીથી મહોર મારી છે. આ તમામ કમીટીઓમાં મહીલા કોગ્રેસ યુથ કોગ્રેસ અને વિધાર્થી પાક તથા સેવાદળના ચેરમેન વડાઓને સમાવેશ કરવામાં આવ્યો છે.
કોગ્રેસ જાહેર કરેલી નિમણુંકોમાં કેમ્પેઈનમાં કમીટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ કન્વીનર તરીકે ઈન્દ્રવીજયસિંહ ગોહીલ અને પુર્વ આદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહીત ૪૩ આગેવાનોનો સમાવેશ કર્યયો છે. ચુંટણી રણનીતી સમીતીના ચેરમેન તરીકે પ્રભારીર મુકુલ વાસનીક પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલ વિધાનસભામાં કોગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડા સહીત ૩૪ સભ્યોનો સમાવેશ કરાયો છે.
મેનેજમેન્ટ કમીટીના ચેરમેન તરીકે પુર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને કન્વીનર તરીકે વિધાનસભામાં કોગ્રેસરના ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્યય ઈમરાન ખેડાવાલા સહીત પ૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પબ્લીસીટી કમીટીના ચેરમેન તરીરકે ગૌરવ પંડયા અને કન્વીનરની જવાબદારી નિલેષ પટેલ લાલભાઈને સોપવામાં આવી છે.
આ કમીટીમાં મીડીયા કન્વીનર અને પ્રમુખ પ્રવકતા ડો.મનીષ દોશી પ્રવકતા મનહરભાઈ પટેલ અને હેમાંગ રાવલ અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહીત પ૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.પ્રોગ્રામ ઈમ્લીશમેન્ટેશન કમીટીમાં સેવાદળના લાલજીભાઈ દેસાઈને ચેરમેન જયારે પુર્વ સાંસદ અમીબેન યાજ્ઞિકને કન્વીનરની જવાબદારી સોપવામાં આવી છે.
આ કમીટીમાં યુવા નેતા નીશીત વ્યાયસ સહીતી પ૦ સભ્યોના સમાવેશ થાયય છે. મીડીયા કો-ઓડીનશન કમીટીના ચેરમેન તરીકે ડો.મનીષ દોશી અને કન્વીનર તરીકે હીમાંશુભાઈ પટેલ અડાલજ ની નિમણુંક કરવામાં આવી છે. આ કમીટીમાં કુલ ૧પ સભ્યોના સમાવેશ કરવામાં આવ્યયો છે કે લીગલ કો-ઓડીનેશન કમીટીના ચેરમેનપદે બાબુભાઈ માંગુકીયા અને કન્વીનીર તરીકે યોગેશ રવાણીની નિમણુંક કરવામાં આવી છે
આ કમીટીમાં ૧૧ સભ્યોના સમાવેશ કરાયો છે. પ્રોટોકલ કમીટીના કો-ઓડીનેટર તરીકે મોહનસિંહ રાજપુતની વરણી કરવામાં આવી છે. આ કમીટીમાં ૩૧ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.